તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:આરોગ્ય અધિકારી સામે પગલાં લેવાની ઉપલેટા પત્રકાર સંઘની માંગ

ઉપલેટા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પગલાં નહીં લેવાય તો ઉપવાસ આંદોલન અને ધરણાંની ચીમકી

રાજકોટ જીલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. નીલેશ શાહ દ્વારા ઉપલેટામાં મૃત વ્યક્તિના નામે સામે આવેલ રસીકરણ બનાવના બાબતમાં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નીલેશ શાહ દ્વારા ઉપલેટામાં બનેલા બનાવ અંગે મૃત વ્યક્તિના પુત્ર સાથે ટેલીફોનીક વાતચીતમાં મૃતકના પુત્રને ધમકી આપી અને સમગ્ર મામલાને મીડિયા સાથે મળી અને મોટું ષડયંત્ર રચ્યું હોવાનું જણાવ્યુ હતુ. ત્યારે આ અધિકારી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.

રાજકોટ આરોગ્ય વિભાગના અધિકારી દ્વારા તેમના વિભાગ દ્વારા થયેલ ભુલને શોધવા અને તેમનો ઉકેલ લાવવાને બદલે ચોથી જાગીરને સરેઆમ બદનામ કરી મીડિયા ઉપર આક્ષેપ કરનાર અધિકારી ડો. નીલેશ શાહ મૃત વ્યક્તિના પુત્રને પણ ધમકી આપી અને ગાળો આપતા હોવાનું પણ જણાવ્યુ છે. ત્યારે ડો. નીલેશ શાહ સામે તુરંત અને યોગ્ય ખાતાકીય પગલા લેવાની ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે માંગ કરી છે અને જો તુરંત અને યોગ્ય ખાતાકીય પગલા નહિ લેવામાં આવે તો ટૂંક સમયમાં ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ દ્વારા ઉપવાસ અંદોલન કરી અને ધરણા પ્રદર્શન પણ યોજવામાં આવશે.

ઉપલેટા તાલુકા પત્રકાર સંઘની માંગ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી, ગુજરાત આરોગ્ય મંત્રી, ગુજરાત આરોગ્ય સચિવ, રાજકોટ જિલ્લા કલેકટર, ધોરાજી ડેપ્યુટી કલેકટર તેમજ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખને લેખિત રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...