તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આકરો ડોઝ:ઉપલેટા પાલિકાએ પહેલાં 37 વેપારીને 18,500નો દંડ કર્યો પછી શાકમાર્કેટમાં કચરાપેટી મુકાવી આપી

ઉપલેટા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના આરોગ્ય શાખાએ ગંદકી અને કચરો કરવા બદલ દંડ કરી તિજોરી ભરી લીધી

ઉપલેટા શહેરમાં આવેલી શાકમાર્કેટની અંદર છેલ્લા ઘણા સમયથી ગંદકી તેમજ કચરો ફેલાવતા અને સ્વચ્છતા નહીં જાળવતા વ્યાપારીઓને ઉપલેટા નગરપાલિકા દ્વારા દંડ ફટકારવામાં આવ્યા છે જેમાં કુલ વ્યાપારીઓ 37 વ્યાપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે અને તેમની પાસેથી બેદરકારી સબબ 18,500નો દંડ સ્થળ પરથી જ વસુલવામાં આવ્યો છે. જો કે બાદમાં પાલિકાને થોડું ભાન થયું હોય તેમ શાક માર્કેટમાં કચરાપેટીઓ મુકાવી દેવામાં આવી હતી અને સ્વચ્છતા જાળવવા વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી.

ઉપલેટાની શાકમાર્કેટમાં નગરપાલિકા દ્વારા અગાઉ સ્વચ્છતા જાળવવા સૂચનો આપેલ હતા પરંતુ સૂચનોનું પાલન નહિ કરી અને ગંદકી અને કચરો ફેલાવતા 37 વ્યાપારીઓને ઉપલેટા નગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે અને કુલ ૧૮,૫૦૦/- રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાકમાર્કેટમાં ફરી કચરો ન ફેલાય તે માટે કચરા પેટીની પણ ઉપલેટા નગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને સાથે વ્યાપારીઓને ફરી કચરો અને ગંદકી નહિ ફેલાવવા અને જ્યાં-ત્યાં કચરો નહી નાંખી અને કચરા પેટીમાં જ કચરો નાખવા કડક પણે સુચના પણ આપવામાં આવી છે.

આ સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ મયુર સુવા અને ચીફ ઓફિસર આર.સી. દવે દ્વારા લોકોને પણ જ્યાં ત્યાં ગંદકી ન ફેલાવવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા અને કચરો એકત્રિત થયા બાદ કચરો લેવા આવતા વાહનમાં કચરો નાખવા વિનંતી કરી અને સ્વચ્છતામાં સહકાર આપવા આ તકે ખાસ અપીલ કરવામાં આવી હતી. કોરોના મહામારીમાંથી માંડ થોડો છૂટકારો મળ્યો છે અને લોકો ધીમે ધીમે પૂર્વવત જીવન જીવ શકે છે ત્યારે આ રીતે ગંદકીથી રોગચાળો ન ફેલાય તે જોવા માટે આરોગ્ય તંત્રએ કમર કસી છે.

ડસ્ટબિનની વ્યવસ્થા પહેલાં કરી હોત!
શાકમાર્કેટના વેપારીઓ પાસેથી ગંદકી મુદે તગડો દંડ વસુલ્યા બાદ પાલિકાએ થાબડભાણા કર્યા અને કચરાપેટીનું વિતરણ કરી ગંદકી ન ફેલાવવા કડક સુચના આપી તેનું પાલન કરવા તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...