ખનીજચોરી:ઉપલેટા મામલતદારની ટીમે નાગવદર અને ગધેથડ ગામમાં ત્રાટકી ખનીજચોરી પકડી

ઉપલેટા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેણુ નદીમાંથી બેફામ ખનીજ ચોરી, સ્થળ પરથી રૂ.4.20 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

ઉપલેટા પંથકમાં ત્રણ નદીનો સંગમ થતો હોઇ, ભૂમાફિયાઓને સરકારી તિજોરીને ચૂનો ચોપડવામાં મોજ પડી જતી હોય છે અને ખાણ ખનીજ ખાતાની આળસ અને નીંભરતાના લીધે ભૂમાફિયાઓ બેફામ ખનીજ ચોરી કરી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદો છેલ્લા ઘણા સમયથી લોકોમાંથી આવી રહી છે અને તેને અનુલક્ષીને ઉપલેટા મામલતદારે નાગવદર, ગધેથડમાં સપાટો બોલાવ્યો હતો અને ટીમ સાથે ત્રાટકી ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે ટીમ આવતી હોવાની આગોતરી જાણ થઇ જતાં ખનીજચોરો નાસી છૂટ્યા હતા જ્યારે સ્થળ પરથી 4.20 લાખનો મુદામાલ કબજે કરી ટીમે પરત ફરવું પડ્યું હતું.

ઉપલેટા તાલુકામાંથી મોજ, વેણુ અને ભાદર સૌરાષ્ટ્રની ત્રણ મોટી નદીઓ ઉપલેટાની ત્રણેય બાજુથી પસાર થાય છે. આ નદીઓમાં છેલ્લા પાંચ વર્ષ થયા સતત ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદો ગ્રામ્ય વિસ્તારમાંથી અને શહેરી વિસ્તારમાંથી લોકો કરી રહ્યા છે ત્યારે ઉપલેટા મામલતદાર ધનવાણીની ટીમ નાગવદર અને ગધેથળ ગામે આવેલ વેણુ નદીમાંથી ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદને આધારે ચેક કરવા જતા ખનીજ ચોરો માલ સામાન મૂકીને ભાગી ગયા હતા અને નદીના પટમાં રહેલા રેતી ચારવાના સાત ચારણ કે જેમની કિંમત ₹4,20,000 જેવી થવા જાય છે તે ઉપલેટા મામલતદારએ બિન વારસી કબજે કરી પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી કરી છે આ ચારણના આધારે આ ખનીજ ચોરી કોણ કરતું હતું અને કેટલી ખનીજ ચોરી કરી તે પોલીસ તપાસ કરી ખનીજ ચોરો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...