વિરોધ:લખમીપુરના બનાવ સામે ઉપલેટા કોંગ્રેસનો વિરોધ

ઉપલેટા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદન આપી પગલાં લેવા માંગ

છેલ્લા ઘણા સમય થયા દિલ્હી અને ઉત્તર પ્રદેશની બોર્ડર પર ચાલતા ખેડૂતો વિરોધી બીલ પાછું ખેંચવાની માંગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનને રફેદફે કરવા કેન્દ્રીય મંત્રીના પુત્ર દ્વારા ખેડુતો પર કાર ચડાવી તેમને મોતને ઘાટ ઉતાર્યાંના બનાવની ગુજરાતમાં પણ અસર જોવા મળી છે. આજે ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપી આ બનાવના જવાબદારો સામે ગુનો દાખલ કરવા તેમની તાત્કાલીક ધરપકડ કરવાની માંગણી કરી હતી.

દિલ્હીમાં ચાલતા ખેડૂતોના આંદોલનને તોડી પાડવા અને ખેડુતોમાં ભયની લાગણી ફેલાવવા દિલ્હી ભાજ૫ સરકારના એક મંત્રીના પુત્ર દ્વારા ખેડૂતો ઉપર ગાડી ચડાવી તેમને મોતને ઘાટ ઉતાર્યોંને આજે ચાર દિવસ થયા હોવા છતાં હજુ સુધી અપરાધીને પકડવામા આવ્યા નથી એટલું જ નહિ ખેડૂતો પર થયેલા અત્યાચારમાં તેમને સાંત્વના આપવા કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી લખમીપુર જતા હતા,

ત્યારે અધવચ્ચેથી તેમની અટકાયત કરી તેમને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા બનાવને ઉપલેટા કોંગ્રેસના આગેવાનો દ્વારા અમો વિરોધ કરી જવાબદાર પોલીસ સામે પગલા લેવા અને ઈરાદા પૂર્વક ખેડૂતો પર ગાડી ચડાવનાર પ્રધાન પુત્રની ધરપકડ કરવાની માંગણી કરતું આવેદન પત્ર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...