દુર્ઘટના:ઉપલેટા પાસે બે અકસ્માતની ઘટનામાં બે યુવાનનાં મોત

ઉપલેટા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ સરપંચ દીનેશભાઈ - Divya Bhaskar
પૂર્વ સરપંચ દીનેશભાઈ
  • ડુમિયાણીના પૂર્વ સ૨પંચ (ખેડૂત) અને નિલાખાના યુવાને ઘટના સ્થળે દમ તોડ્યો

ઉપલેટાથી ગણોદ જતા નેશનલ હાઈવે ઉપર જુદા-જુદા સમયે બે એકસીડન્ટમાં બે વ્યકિતના મોત થયાનો બનાવ બન્યો હતો. ઉપલેટા તાલુકાના નિલાખા ગામે રહેતા પ્રવિણભાઈ હીરાભાઈ મહેતા (ઉ.વ. 40) વાળા પોતાનું ટ્રેકટર લઈને યાદવ હોટલ પાસેથી જતા હતા ત્યારે ટ્રકે ટ્રેકટરને ઠોકર મારતા ટ્રેકટર ડીવાઈડર સાથે અથડાઈ બે કટકા થઈ ગયુ હતું. જયારે ટ્રેકટરમાં રહેલા પ્રવીણ હીરા મહેતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. જયારે તેમના પુત્રને હાથ પગમાં ઈજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પ્રવીણભાઇ મહેતા
પ્રવીણભાઇ મહેતા

બીજા બનાવ અંગે ગણોદ ગામ પાસે ખેતીની જમીન ભાગમાં રાખી વાવેતર કરતા ડુમીયાણીના પૂર્વ સરપંચ દીનેશભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.40) વાળા આ જમીનમાં રોટાવેટર ટ્રેકટર ચલાવીને રોડ પર ચડતા હતા ત્યારે ટ્રેકટર રોટાવેટર પલ્ટી ખાઈ જતાં દીનેશભાઈનું ટ્રેકટર નીચે દબાઈ જતાં ઘટના સ્થળે જ મોત થયુ હતું. આમ આજે ઉપલેટા પોરબંદર નેશનલ હાઈવે પર વરજાંથજાળીયા અને ગણોદ વચ્ચે 4 કી.મી. ના રોડ પર જુદા-જુદા બે અકસ્માતમાં બે વ્યકિતના મોત થયા હતા. પોલીસે બન્ને સ્થળે પહોંચી જઈ કોટેજ હોસ્પિટલ ખાતે મૃતદેહ પહોંચાડી પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...