ક્રાઇમ બ્રાંચની કાર્યવાહી:ઉપલેટામાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ત્રણ શખ્સની ધરપકડ, 89,790નો મુદ્દામાલ કબજે

ઉપલેટા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઇપીએલની સિઝન ચાલી રહી છે ત્યારે ઓનલાઇન સટ્ટો રમવાની મોસમ પુરબહારમાં ખીલી છે. રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડીને ત્રણને ઓનલાઇન સટ્ટો રમતાં ઝડપી લઇ 89,790નો મુદામાલ કબજે લઇ કાર્યવાહી હાથ ધરી છે.

પીઆઇ વી. વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કાફલો ઉપલેટા ગોકુળનગર વિસ્તારમા રહેણાકમાં ત્રાટક્યો હતો, ત્યાંથી ત્રણ ઇસમોને ઓનલાઇન જુગાર રમાડતા ઝડપી લઇ તેમની પાસેથી 89,790નો મુદામાલ કબજે લીધો હતો. જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં પરાગ ભુવા, ભરત મકવાણા, વિજય બારૈયાનો સમાવેશ થાય છે જ્યારે સાત શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા.

તેમાં દીલીપ દેવશીભાઇ સોલંકી, કીશોરભાઇ , વિનુબાપુ, ઇમરાન , બબલી, વિઠ્ઠલ ઉર્ફે અનીશ ચણા , યુનુસનો સમાવેશ થાય છે જેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટર વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્સ એસ.જે.રાણા, એ.એસ.આઇ મહેશભાઇ,જાની તથા પો.હેડકોન્સ બાલકૃષ્ણ ત્રીવેદી, શક્તિસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર તથા પો કોન્સ કૌશીકભાઇ જી, દીવ્યેશભાઇ સુવા, ભાવેશભાઇ મકવાણા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...