તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:મોટી પાનેલીના વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ઉપલેટા9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંક્રમિતના સંપર્કમાં આવ્યો હોવાથી પીએચસીએ ઉપલેટા રવાના કર્યો હતો

મોટી પાનેલી ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બે દિવસ પહેલા એક વ્યક્તિ કે જે જામજોધપુરના કોરોના પેશન્ટના સંપર્કમાં આવેલ હતા તેમને મોટી પાનેલી પીએચસીએ સર્તકતા દાખવી તાત્કાલિક રિપોર્ટ માટે રવાના કરેલ હતા, જેમનો નેગેટિવ રિપોર્ટ આવેલ છે, ને તેમને ચૌદ દિવસ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.  

કોઈપણ વ્યક્તિ બહારથી આવે તો તેમની તુરંત પંચાયતને જાણકારી આપવી
પંચાયત ચેરમેન  બાલુભાઈ વિંઝુડા જણાવે છે કે આશરે તેર હજારની વસ્તી ધરાવતા પાનેલી ગામ માં શંકાસ્પદ કેશની જાણકારીએ ડર નો માહોલ પેદા થયો હતો. જેને લઇ કિરાણાની દુકાનો અને શાકભાજી ની લારી ઉપર લોકો ઉમટી પડ્યા હતા.  આજે દિવસ દરમિયાન ગ્રામ પંચાયત દ્વારા ગામમાં લાઉડ સ્પીકર દ્વારા લોકોને અપીલ કરવામાં આવેલ કે ખોટી અફવાઓ ઉપર ધ્યાન ન આપવું અને કોઈપણ વ્યક્તિ બહારથી આવે તો તેમની તુરંત પંચાયતને જાણકારી આપવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો