તપાસ:ઉપલેટામાં ટ્રેક પરથી યુગલ ઝેર પીધેલી હાલતમાં મળ્યું

ઉપલેટા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીત યુવાન અને યુવતી કોલકીના રહેવાસી

ઉપલેટામાં રેલવે ટ્રેક પરથી એક યુવાન અને યુવતી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં જ બંનેને ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જોકે ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે યુવતી સારવાર હેઠળ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બંને પરિણીત હોવાનું ખુલ્યું છે બનેએ શા માટે આ પગલું ભર્યું તે જાણવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને વચ્ચે પ્રેમ સંબંધની આશંકા પણ લોકોએ વ્યક્ત કરી છે

પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉપલેટા ધોરાજી રોડ પર આવેલા સાંઢિયા પુલ નીચે રેલવે ટ્રેક પરથી રાજકોટ કોલકી ગામના 25 વર્ષીય યુવાન પ્રવિણ ઉર્ફે નવો ગોવિંદભાઈ સોલંકી અને 25 વર્ષીય જ્યોત્સનાબેન બાલાભાઈ વાધેલા ‌ ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. આથી પોલીસને જાણ થતાં દોડી આવી હતી. 108 મારફત બંનેને ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર રહેલા તબીબે પ્રવીણને મૃત જાહેર કર્યો હતો.

જ્યારે જ્યોત્સનાબેનને વધુ સારવારની જરૂર હોય માટે તેમને ઉપલેટા સિવિલ હોસ્પિટલથી જુનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં રેલવે પોલીસે ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી ઝેરી દવા પીનાર જ્યોત્સનાબેન અને પ્રવીણભાઇ બંને પરિણીત હોવાનું સામે આવ્યું છે બંને શા માટે આ પગલું ભર્યું તે અંગે ભારે ચર્ચા લોકોમાં ઊઠી છે હાલ તો સમગ્ર ઘટનાને લઇને ઉપલેટા પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...