કૃષિ:ઉપલેટામાં શેરડીની ખેતી કરતા ખેડૂતે ધીરજ ખૂટતા મજબૂરીવશ સળગાવ્યો શેરડીનો વાડ

ઉપલેટા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેશભરમાં લોકડાઉનનાના કારણે ઘણી ખરી ખેત પેદાશો જેવી કે બાગાયતી તેમજ વર્ષમાં એક જ વાર ઉપજ આવતી પેદાશો હજી પણ ખેતરમાં પડી છે અને બગડી જવા પામી છે ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકાર યોગ્ય પગલાં સાથે યોગ્ય સહકાર આપે તે જરૂરી છે અન્ય પાકો વર્ષમાં બે વખત લેવાય છે જ્યારે શેરડીનો પાક એવો છે કે વર્ષમાં એક જ વાર લેવામાં આવે છે.

પરંતુ લોકડાઉન ને લઈને આ મજૂરો આવી શક્યા નથી તેમજ શેરડી ના ચિચોડા પણ બંધ હતા જેથી આ શેરડી હાલ માત્ર ખેતરમાં જ ઉભી ઉભી બગડી અને સુકાઈ જતી હતી જેથી આ શેરડીના ખેતી કરનાર ખેડૂતની ધીરજ ખૂટી ગઈ અને પોતે જ મહેનત કરી હતી તેનું પરિણામ ન મળતાં આ ઉભા પાકને સળગાવી દીધેલ છે. આ ખેડૂતનું કહેવું છે કે અમોએ પોતાના હૃદય પર પથ્થર રાખી ને આ પગલું ભર્યું છે કેમકે જીવતાજાગતા દીકરાને જેમ અગ્નિ દાન આપીને તે મજબૂરીવશ આ પગલું ભરવું પડ્યું છે કેમકે હવે જગતના તાત એવા ખેડૂતોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અને ખેતપેદાશો માટે ના પાક લેવા માટે આ શેરડીના પાકને નછૂટકે સળગાવો પડ્યો છે ખેડૂતોનું કહેવું છે જો સરકારે યોગ્ય સમયે મદદ કે સહાય કરી હોત તો અમારે આ અગ્નિદાહ કહી શકાય તેવું પગલું ન કરવું પડે.

અન્ય સમાચારો પણ છે...