રજૂઆત:ઉપલેટામાં કલ્પસર પરિયોજનાનો તાકીદે અમલ કરવાની માગણી સાથે સૂત્રોચ્ચાર

ઉપલેટા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન

રાજકોટના ઉપલેટા શહેરના મામલતદાર કચેરી ખાતે ભગતસિંહ ક્રાંતિદલ દ્વારા કલ્પસર પરિ યોજનાનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે ભગતસિંહ ક્રાંતિદળના રાષ્ટ્રીય અધ્યક્ષ આઝાદ જાદવ તેમજ તમામ સદસ્યો દ્વારા એકત્ર થઇ અને કલ્પસર યોજનાનો તાત્કાલિક અમલ કરવાની માંગ સાથેના સૂત્રોચ્ચાર કરી અને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ભગતસિંહ ક્રાંતિદળના યુવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કલ્પસર યોજનાને લઈને ખેડુતો તેમજ પશુપાલકો સહિતના ઘણા ખરા લોકોને આ યોજનાથી સારો એવો લાભ થઇ શકે છે. ગુજરાતના દોઢ કરોડ લોકોને મળશે મીઠું પાણી.5880 મેગા વોટ ની ક્ષમતા ધરાવતા ટર્બાઇન થી પ્રાદુષણ રહિત વીજળી ઉત્પન્ન થશે તેમજ અમરેલી થી સુરત સુધીનો રસ્તો નવ કલાક થાય છે જે આ યોજના થતા સમય ઘટી ને ફક્ત સાડા ચાર કલાક માં પહોંચી શકશે તેવું જણાવવામાં આવ્યું હતું ત્યારે સરકાર દ્વારા સમગ્ર બાબતે ધ્યાન આપી અને આ યોજનાનો તાત્કાલિક ધોરણે અમલ કરવામાં આવે તેવી માંગને લઈને ભગતસિંહ ક્રાંતિદળ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...