તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઉપલેટામાં નિયમ પાલનના નામે પોલીસની ગરીબો પર જોહુકમી

ઉપલેટા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામાના ભંગ બદલ કરાતા દંડ સામે મામલતદારને રજૂઆત
  • ગામ બંધ સહિતના આક્રમક કાર્યક્રમો આપવાની વેપારીઓની જાહેરાત

હાલ કોરોના મહામારી ચાલી રહી છે. આ મહામારી વચ્ચે કોરોના ગાઈડ લાઈન અને તંત્રના વખતો વખતના જાહેરનામાનું છેલ્લા ૨ વર્ષથી લોકો પાલન કરી રહયા છે. ત્યારે ઉપલેટા શહેરમાં પણ કોરોના ગાઈડ લાઈન મુજબ લોકડાઉનનુંપાલન કરી વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર એક માસ થી ખોલ્યા નથી. ત્યારે હવે માંડ રોજગારીની તક મળી છે ત્યારે ખોટી રીતે થતી હેરાનગતિથી ગરીબોમાં અસંતોષ ફેલાયો છે.

ઉપલેટામાં છેલ્લા ૧૫ દિવસથી ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે અને લોકોને જાહેરનામા ભંગના કેસ કરી ખોટી રીતે ફીટ કરી રૂ.૧૦૦૦ના મેમો તેમજ ગાડી ડીટેઈન અને ૧૮૮ કલમ હેઠળ કેસ નોંધતા હોવાની ફરિયાદો ઉઠવા પામેલ છે.

આ ફરિયાદો શહેરના રાજકીય પક્ષો અને વેપારી એસોશીએશન સુધી પહોંચતા પોલીસ ખોટું કરી રહી હોવાનું જણાવી આગેવાનોએ ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે આગામી દિવસો દરમિયાન દરમ્યાન ઉપલેટા પોલીસ દ્રારા ટાર્ગેટ કેસોને રોકવા અંગે ઘટતું કરવામાં નહિ આવે તો વેપારી એશોસીએશન અને રાજકીય આગેવાનોને સાથે રાખી ઉપલેટા બંધ સહિત કાર્યક્રમો આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...