તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન:કરનાલ પંથકમાં ખેડૂતો પર લાઠીચાર્જનો વિરોધ, ઉપલેટા કિસાનસભાનું આવેદન

ઉપલેટા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંયુકત કિસાન મંચના નેતૃત્વમા ખેડૂતો આંદોલન કરી રહ્યા છે

દિલ્હી બોર્ડેર પર છેલ્લા નવ માસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. ત્રણ કૃષી કાળા કાયદા દુર કરો અને ટેકાના ભાવનો કાયદો બનાવોની માંગણીઓ માટે આંદોલન ચાલી રહ્યું છે. આ માંગણીના સમર્થનમાં દેશના અલગ અલગ રાજ્યોમાં ખેડૂતો શાંતી પુર્વેક આંદોલન ચલાવી રહ્યા છે.

સંયુકત કિશાન મંચના નેતૃત્વમા આંદોલન ચલાવી રહ્યા છે. હરિયાણાના કરનાલમાં ખેડૂતો સરકારની નિતિઓ સામે શાંતીપૂર્વક ધરણાં કરી રહ્યા હતા. ત્યારે ઉચ્ચકક્ષાના અધિકારીએ આંદોલન કરતા ખેડૂતોના માથા ફાડી નાખવાનો હુકમ કર્યો અને પોલીસ ખેડૂતો ઉપર તુટી પડી આડેઘડ લાકડીઓ મારીને અનેક ખેડુતોના માથા ફાડી નાખ્યા ગંભીર રીતે ઘાયલ થયા અને એક ખેડૂતનું મોત થયું હરિયાણા સરકારના અત્યાચાર સામે સમગ્ર દેશના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે આવેદનપત્ર આપી રહ્યા છે.

રાજકોટ જીલ્લા કિશાનસભાએ વડાપ્રધાનને સંબોધીને ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં પોલીસ અત્યાચારમાં મોતને ભેટેલા ખેડૂતોના પરીવારને પુરતા વળતરની માંગણી કરતું આવેદન પત્ર ડાયાભાઈ ગજેરા, લખમણભાઈ પાનેરા, દીનેશભાઈ કટારીયા, મેણસીભાઈ ડેર, ખીમાભાઈ આલ, દિપકભાઈ ડેડાણીયા વિગેરે કિશાન સભાના આગેવાનો પ્રતિનિધીઓ મંડળમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...