તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોધખોળ ચાલુ:ઉપલેટાના પડવલાથી અરણી આવતાં ત્રણ યુવાન પૈકી હજુ પણ એક લાપતા

ઉપલેટા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનડીઆરએફની ટીમની સતત શોધખોળ ચાલુ

ઉપલેટાથી 30 કિ.મી દુર પડવલા ગામેથી 3 યુવાન બાઇકમાં અરણી જવા નીકળ્યા હતા. અરણીથી 2 કિ.મી. દુર વોંકળાનાં પાણીમાં બાઇક સહિત ત્રણેય યુવાન તણાઈ જતાં તેમાંથી 2નો બચાવ થયો જયારે 1 હજુ પણ લાપતા છે. જેની એનડીઆરએફની ટીમ સતત શોધખોળ ચલાવી રહી છે.

અરણી ગામે રહેતા અરવિંદભાઈ કાળાભાઈ વાધ (ઉ.વ.35), સંજયભાઈ હરીભાઈ વાધ (ઉ.વ. 30) અને જમનભાઈ લાલજી વાધ (ઉ.વ.38) વાળા કોઈ કામ સબબ પડવલા ગયા હતા. ત્યાંથી પરત પોતાના બાઇક પર આવતાં હતા ત્યારે પડવલાથી 2 કિ.મી આગળ આવેલા વોકળાના પુલ પરથી બાઇક પસાર થતું હતુ ત્યારે અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં બાઇક ખેંચાઈ અને ત્રણેય યુવક સાથે વોકળામાં પડી ગયું હતુ, જેમાંથી સંજયભાઈ હરીભાઈ વાધ અને જમનભાઈ લાલજીભાઈ વાધ મહા મહેનતે પાણીના પ્રવાહની બહાર નીકળી ગયા જયારે અરવિંદ કાળા વાધ ગરકાવ થતા એનડીઆરએફની ટીમ બોલાવી યુવકને શોધવા પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા, તાલુકા પંચાયતના પ્રમુખ વીનુ ચંદ્રવાડીયા, મામલતદાર મહાવદિયા સહિતના આગેવાનો બનાવના સ્થળે દોડી ગયા હતા અને બનાવની વિગતો જાણી હતી.

અન્ય સમાચારો પણ છે...