તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મામલતદારની ધોંસ:ઉપલેટામાં રોયલ્ટી વગરના બે ડમ્પર સહિત 14.5 લાખનો મુદ્દામાલ સીઝ

ઉપલેટાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉપેલેટા પંથકમાં ખનીજ ચોરો સરકારી જમીન અને નદી કાંઠાની જમીનમાંથી બેફામ ખનીજ ચોરી કરીને સરકારની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડી રહ્યા છે. ભૂમાફિયાઓને ભોંભીતર કરવા મામલતદારની ટીમ મેદાને ઉતરી છે અને રોયલ્ટી ભર્યા વગર નીકળેલા બે ટ્રકને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

ઉપલેટા મામલતદાર ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઉપલેટાના પોરબંદર બાયપાસ પરથી ૧૨ ટન રોયલ્ટી વગરના જી.જે.૦૩બી.ટી.૨૮૭૫ નંબરના ડમ્પરને ઝડપી રૂપિયા ૫.૩૦/- લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો , જયારે અન્ય એક પોરબંદર રોડ પર મુરખડાના પાટિયા પાસેથી ૩૦ ટન રોયલ્ટી વગરના જી.જે.૧૧ટી.ટી.૯૧૨૬ નંબરના ડમ્પરને ઝડપી રૂપિયા ૮.૭૫/- લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો.

ઉપલેટા મામલતદાર ટીમ દ્વારા ઉપલેટા પોરબંદર રોડ પરથી એક ૩૦ ટન અને એક ૧૨ ટન રોયલ્ટી વગરના બે અલગ-અલગ ડમ્પરને ઝડપી રૂપિયા ૧૪.૦૫/- લાખનો મુદામાલ સીઝ કરી ઉપલેટા પોલીસ હવાલે કરવામાં આવેલ.

અન્ય સમાચારો પણ છે...