તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચારની શંકા:ઉપલેટામાં બની રહેલા ટાઉનહોલમાં નબળો માલ વપરાતો હોવાની સદસ્યોની ફરિયાદ

ઉપલેટા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇજનેેરે સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા - Divya Bhaskar
ઇજનેેરે સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલ્યા
  • અત્યારના પ્રમુખે જે તે વખતે એ જ મદ્દો ઉઠાવી કામ અટકાવ્યું હતું, હવે?

ઉપલેટા પાલિકા છેલ્લા ૩ વર્ષથી ટાઉનહોલ બનાવી રહી છે. આ ટાઉનહોલની નિર્માણ કામગીરી ક્યાંકને ક્યાંક વિવાદમાં આવતી રહી છે. ઉપલેટા પાલિકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા હતા ત્યારે સદસ્ય મયુર સુવાએ આ ટાઉનહોલનું બાંધકામમાં રેતી ખીલાસરી નબળી વપરાતી હોવાની ફરિયાદ કરી કામ બંધ કરાવ્યું હતું.

સંજોગોવસાત આ કામ બંધ કરાવનાર સભ્ય જ મયુરભાઈ સુવા પાલિકાના પ્રમુખ બન્યા અને આ બાંધકામ એ જ રેતી અને ખીલાસરીથી ચાલુ કરાવતાં ભ્રષ્ટાચાર થયો હોવાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન અને પુર્વ પ્રમુખ ગોવિંદભાઈ બારૈયા વિપક્ષના સભ્ય ડાયાભાઈ ગજેરા અને બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાઝીયાએ ચીફ ઓફિસરને અરજી કરી ટાઉન હોલમા વપરાતા કાચા માલના સેમ્પલ લઈ સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવવાની માંગણી કરી હતી અને તેના પગલે પાલિકાના એન્જિનિયર એ આ ત્રણેય સભ્યની હાજરીમાં સ્થળ પર જઈ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે.

બીજી બાજુ ટાઉન હોલમાં વપરાતી રેતી પ્રથમ નજરે જ ધૂળ અને કાદવવાળી હોય ચીફ ઓફીસરએ કોન્ટ્રાક્ટરને આ રેતી ન વાપરવા અને તેમને સાઈટ પરથી દૂર કરવા જણાવ્યુ છે.

પ્રમુખ જ્યારે સભ્ય હતા ત્યારે અલગ ભૂમિકા હતી!
ઉપલેટા પાલિકામાં મયુરભાઈ સુવા જે વખતે પાલિકા સભ્ય હતા ત્યારે એ જ મટિરિયલ નબળું હતું એવી ફરિયાદ કરી હતી અને પ્રમુખ થતા આ જ મટિરિયલ કઈ રીતે ગુણવતાવાળુ થઈ ગયું આ અંગે પાલિકાના સભ્યોમાં ચર્ચા ચાલી છે. ભુતકાળમાં આ જ ટાઉન હોલના કોન્ટ્રાક્ટર સામે ફરિયાદો થતાં ભરેલા બીંભ તોડી નાખ્યા હતા. પહેલેથી જ ટાઉનહોલનું બાંધકામમાં વિવાદ છે જે હજુ સુધી વિવાદ તેનો કેડો મૂકતો નથી.

અન્ય સમાચારો પણ છે...