તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ટેકાના ભાવના કાયદાની માંગ સાથે ઉપલેટામાં કિસાન સભાના દેખાવો

ઉપલેટા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિસાન સભાના આગેવાનો પ્લે કાર્ડ લઇ રોડ પર ઉતર્યા. - Divya Bhaskar
કિસાન સભાના આગેવાનો પ્લે કાર્ડ લઇ રોડ પર ઉતર્યા.
  • કૃષિ સંબંધી ત્રણ કાયદા દૂર કરવા માટે રજૂઆત કરાઇ

ઉપલેટામાં કિસાન સભાના આગેવાનો અને કાર્યકરોએ ટેકાના ભાવોનો કાયદો લાવવા અને કિસાનોના હિતમાં કામ કરવાની માગણી સાથે સરકાર સામે દેખાવો કર્યા હતા અને સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી દીધું હતું અને સરકારે લાગુ કરેલા કૃષિ સંબંધી ત્રણ કાયદાને પણ રદ કરવાની માગણી કરી હતી. ઉપલેટાના બાવલા ચોકમાં ગુજરાત કિશાન સભાએ દેખાવો, સુત્રોચ્ચાર કર્યાં હતાં. આ તકે ગુજરાત કિશાન સભાના રાજય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે ખેત પેદાશોના ટેકાના ભાવનો કાયદો સરકારે બનાવવો જોઈએ અને ત્રણ કૃષિ કાળા કાયદા હટાવવા જોઈએ.

સરકાર જયાં સુધી ખેડુતોની માંગણી પુરી નહિ કરે ત્યાં સુધી રાષ્ટ્રવ્યાપી આંદોલન ચાલતું રહેશે. ઉપલેટામાં દેખાવો, સુત્રોચ્ચારના ખેડુત કાર્યક્રમમાં કિશાન સભાના આગેવાન દિનેશભાઈ કંટારીયા, ખીમાભાઈ આલ, ગોરધનભાઈ સીંહોરા, તેમજ સી.આઈ. ટીયુ ના કાંતીભાઈ સોલંકી, દિલીપભાઈ વસરા તેમજ ખેડુત મહિલા પમીબેન ડેર, રાધાબેન ગજેરા વગેરે સામેલ થયા હતા અને કાયદા હટાવવા માગણી દોહરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...