તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઉપલેટાથી ૨૫ કિ.મી દુર સાજડીયાળીથી જામ ટીમડી રોડ ઉપર એસ.ટી.બસ ભયજનક વળાંક ન તારવી શકતાં રોડ ઉપરથી ઉતરી ગઇ હતી અને વીજપોલ સાથે અથડાઇ પડી હતી.આ અંગે મળતી વિગત એવા પ્રકારની છે કે વલસાડ ડેપોની બસ નંબર જી.જે 18 જે. 4317 સુરતથી જામજોધપુર જવા નીકળી હતી. સાજડિયાળી પાસેના ભયજનક વળાંક પાસે બસના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બસ વીજ પોલ સાથે અથડાઇ પડી હતી અને બસના ચાલક શૈલેષભાઈ ગગનભાઇ રે. વલસાડને ઇજા થતા ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બસમાં 26 મુસાફર હોતા, જે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. વધુ તપાસ મયુર ભાઈ સોલંકી હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.