પશુપાલકોમાં આનંદ:ઉપલેટા દૂધ સહકારી મંડળીની સભામાં રૂ. 34 લાખના બોનસની જાહેરાત કરવામાં આવી

ઉપલેટા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંડળીનું ટર્નઓવર 11 કરોડને પાર, 74 લાખથી વધુનો નફો કર્યો

ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની 18મી સભા યોજાઈ હતી. જેમાં આર. ડી. સી બેન્કના ડિરેક્ટર હરિભાઈ ઠુંમરે દીપ પ્રગટાવીને સભાને ખુલ્લી મૂકી હતી. દૂધ મંડળીના પ્રમુખ ડાયાભાઇ ગજેરાના પ્રમુખસ્થાને યોજાયેલી સભામાં સહકારી અગ્રણીઓ તેમજ મંડળીના પશુપાલકો ઉપસ્થિત હતા.

18મા વાર્ષિક હિસાબ અહેવાલ રજૂ કરતાં ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું કે મંડળી એ 2021-22ના વર્ષમાં 11 કરોડથી વધુનું ટર્નઓવર કર્યું છે. તેમાંથી મંડળીએ રૂ. 74 લાખથી વધુ નફો કર્યો છે. આ નફામાંથી રૂપિયા 34 લાખના બોનસની જાહેરાત કરી છે, રાજદાણની ગુણીમા રૂ. 50/-ની રાહત, પશુ કૃત્રિમ બીજદાન વિનામૂલ્યે, રૂ. 5 લાખના વીમા પ્રીમિયમ વિનામૂલ્યે વગેરે સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

હરિભાઈ ઠુંમરે જણાવ્યું કે પશુપાલન વ્યવસાયમાં સમૃદ્ધિ આવે તે માટે સહકારી ક્ષેત્રે, સરકાર પ્રયત્નશીલ છે. અગ્રણી ચોટાઈએ દૂધ મંડળીને સી. ડી. સી.નો એવોર્ડ મળ્યો તે બદલ મંડળીના પશુપાલકોને બિરદાવ્યા હતા. તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ધીરુભાઈ પાદરીયા ઉપસ્થિત રહ્યા હતા.

હરિદાસભાઈ ચંદ્રવાડીયા, નારણભાઈ ચંદ્રવાડીયા, બચુબાપા પ્રગતિશીલ ખેડૂત બટુકભાઈ ગજેરા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિનુભાઈ ધેવડિયા, રાજકોટ ડેરી કૉ. અમિતભાઈ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી દિનેશભાઈ કંટારીયાએ સંચાલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...