હુકમ:ઉપલેટામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની સજા અને રૂ. 55,937નો દંડ

ઉપલેટા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડુત પાસેથી બાકીમાં લસણની ખરીદી કરી ચૂકવણું નહોતું કરાયું

ઉપલેટા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 6 માસની કેદની સજા અને ચેકની રકમ રૂા. 55,937/- વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો. જો આરોપી ચેકની રકમ ચૂકવે નહીં તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયેલ છે.એડવોકેટ જે. ડી. ચંદુવાડિયાએ કેસની હકીકત જણાવી છે કે ઈશરાના રહીશ ખેડુત રમેશભાઈ ભીંભાએ જાહેર જાવીદ ધરારને વર્ષ-2017માં લસણ વેચાણે આપેલું હતુ.

જે ખેડુતના લસણના કુલ રૂા. 55,937/– જાહેર જાવીદ ધરારે ચુકવવાના થતા હોય જે રકમ ચુકવવા માટે જાહેર જાવીદ ધરારે ગામના ખેડૂતને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાનો ચેક લખી આપેલ હતો, જે ચેક વટાવવા માટે બેન્કમાં રજૂ કરતા જે ચેક ફંડ ઇન-સફિશિયન્ટના શેરા સાથે પરત ફરતા, ખેડુતે એડવોકેટ જે. ડી. ચંદુવાડીયા મારફત કોર્ટમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબ ફરીયાદ દાખલ કરતા કેસ ઉપલેટા મહે. જયુ. મેજી. કે. આર. ત્રીવેદીની કોર્ટેમાં ફોજદારી કેસ નં. 498/2017થી ચાલી જતા તથા ખેડૂતના એડવોકેટે ફરિયાદના સમર્થનમાં રજૂ રાખેલ પુરાવા, સુપ્રીમ કોર્ટે તથા હાઈકોર્ટેના ચુકાદાઓને કોર્ટે માન્ય રાખી, આરોપી જાહેર જાવીદ ધરારને 6 માસની સાદી કેદની સજા, ચેકની ૨કમ ચુકવવા હુકમ કરેલ છે, જો આરોપી ચેકની રકમ ચુકવે નહી તો વધારાની ૩ માસની સજાનો ન્યાયિક હુકમ ખેડુતની તરફે ફરમાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...