આયોજન:ભાયાવદરમાં RSSના ઉપક્રમે ઉપખંડ એકત્રિકરણ, પથ સંચલન યોજાયા

ઉપલેટા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંઘના કાર્યને વિસ્તારવા ત્રણમંડલને એકજૂટ કરાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 96 વર્ષથી સંપૂર્ણ ભારતમાં દૈનિક શાખાના માધ્યમથી રાષ્ટ્ર જાગરણનું કાર્ય કરે છે. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યનો વિસ્તાર ગામડાઓ સુધી લઈ જવા માટે ઉપલેટા તાલુકામાં ભાયાવદર ઉપખંડ તથા વરજાંગજાળિયા ઉપખંડ બે ભાગમાં તાજેતરમાં એકત્રીકરણ રાખવામાં આવેલ હતા. જેના ભાગરૂપે ભાયાવદરમાં ૩ મંડલ કેન્દ્ર જેમાં ખાખીજાળિયા મંડળ, પાનેલી મંડલ, ભાયાવદર મંડલનું એકત્રીકરણ રાખવામાં આવેલ હતું.

એકત્રીકરણમાં અલગ અલગ પ્રકારના સત્રો રાખવામાં આવેલ હતા જેમાં સંઘ પરિચય, સંઘની ભૂમિકા, એક કલાકની શાખા, અલગ અલગ વિષયો ઉપર ચર્ચા જેવા વિષયો રાખવામાં આવેલ હતા. તેમજ ભાયાવદર ગામમાં ગણવેશ સ્વયંસેવકો દ્વારા ઘોષ સાથે પથ સંચલન કરવામાં આવેલ હતું. આ પંથ સંચલનનું ગામ દ્વારા સ્વાગત કરાયું હતું. દિલીપભાઈ મોડાસીયા દ્વારા સંઘનો પરિચય અને ભૂમિકાનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...