તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઉપલેટાના વડેખણમાં ગેરકાયદે પથ્થર કાઢી સિમેન્ટ ફેક્ટરીમાં વેચતા બે ઝબ્બે

ઉપલેટા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારની ટીમે દરોડો પાડી 70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

ઉપલેટાથી 20 કિલોમીટર દૂર આવેલા તાલુકાના વડેખણ ગામની સીમમાં આવેલા ડુંગરાળ જમીનમાં સરકારી જમીનમાંથી પથ્થર કાઢી સિમેન્ટ ફેક્ટરીમાં વહેંચતા હોય જે માહિતીના આધારે ઉપલેટા મામલતદાર સ્થળ પર જઈ બે હિટાચી મશીન કબજે કર્યા છે. ત્યારે આ અંગે ઉપલેટા મામલતદાર મહાવદીયાએ જણાવેલ હતું કે તા.1 જુનના રોજ અમારા સર્કલ ઓફીસર રામભાઈ કંડોરીયા, રેવન્યુ તલાટી મહેશભાઈ કરંગીયા તથા રેવન્યુ તલાટી રાહુલભાઈ સોલંકી સાથે વડેખણ ગામે સરકારી સર્વે નંબરમા તપાસ કરતા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં લાઈમ સ્ટોન ખનિજનુ ગેરકાયદે ખનન થયુ હોવાનું જણાતા દરોડો પાડવામાં આવ્યો હતો.

રાજુ ઉર્ફે રાજેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ પકડાઈ જતાં પૂછપરછમાં બહાર આવ્યુ હતુ કે તેમને અને નરવદ ચૌહાણ ડ્રાઈવરે બે હિટાચી મશીન સંતાડ્યા હતા. અને તે કિશોરભાઈ હુંબલના હોવાનું જણાવ્યુ હતુ. આ મશીનો દ્વારા લાઈમ સ્ટોનનુ ખનન કરાવી ગેરકાયદે સીમેન્ટ કંપનીને મોકલતા હોવાનું જણાવતા રૂ.70 લાખની કિંમતના બન્ને હીટાચી મશીનો સીઝ કરી ભાયાવદર પોલીસ હવાલે કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...