કાર્યવાહી:ડુમિયાણીના આધેડના હાથપગ ભાંગી નાખવાની સોપારી લેનારા ચાર શખ્સની વાંકાનેરથી ધરપકડ

ઉપલેટાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણતરીના દિવસોમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ હતી અને ધરપકડ કરી - Divya Bhaskar
ગણતરીના દિવસોમાં પોલીસ આરોપીઓ સુધી પહોંચી ગઇ હતી અને ધરપકડ કરી
  • પ્રેમલગ્ન કરનાર પુત્રીના સાસરિયાને મારવાની પિતાએ જ આપી હતી સોપારી, આરોપીઓ પાસેથી કાર, ફોન સહિતનો મુદ્દામાલ કબજે

પુત્રીએ પ્રેમલગ્ન કરી લેતાં રોષે ભરાયેલા પિતાએ પુત્રીના સાસરિયાઓના હાથ પગ ભાંગી નાખવા માટે આરોપીઓને સોપારી આપી હતી તેમજ એ મુજબ આરોપીઓએ કામ પાર પાડ્યું હતું અને ડુમિયાણીના આધેડ પર ધોકાથી હુમલો કરી, ઢોર માર મારી એક હાથમાં ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડીને ફરાર થઇ ગયા હતા. જિલ્લા પોલીસ વડાએ તપાસનો ધમધમાટ શરૂ કરતાં ત્રણ આરોપીને વાંકાનેરથી ઝડપી લેવામાં ટીમને સફળતા મળી હતી. જો કે એક શખ્સની પોલીસ અગાઉ જ અટકાયત કરી ચૂકી છે. પોલીસે આરોપીઓ પાસેથી હુમલા વખતે વપરાયેલી કાર, ચાર ફોન સહિતનો મુદામાલ કબજે લીધો હતો.

આ બનાવની વિગત એવી છે કે ડુમિયાણીના ભૂપતભાઇના નાનાભાઇના દીકરાએ એ જ ગામના રાજેશભાઇ કુંવરજીભાઇ મણવરની પુત્રી સાથે બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. જે મુદે રાજેશભાઇને વાંધો હતો અને તેમણે પુત્રીના સાસરિયાઓને માર ખવડાવવાનું નક્કી કરીને તેમના વાંકાનેર સ્થિત મિત્ર આફતાબનો સંપર્ક કર્યો હતો અને પુત્રીના સાસરિયાને મારવા માટેની સોપારી આપી હતી. આથી આફતાબ ઉર્ફે મુન્ની પંકચરવાળાએ તેમના સાગરિતો સાથે મળીને ગત 30 મેના રોજ ઉપલેટા તાલુકાના ડુમિયાણી ગામે રહેતા ભુપતભાઇ મોહનભાઇ અમુનિયા પર સીમ વિસ્તારમાં પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હતો અને ઢોર માર મારી ફ્રેકચર જેવી ઇજા કરીને નાસી ગયા હતા.

આ ઘટનામાં પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા પોલીસ વડાની સુચનાથી ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓ વાંકાનેર તરફના હોવાના સગડ મળતાં ટીમ ત્યાં ત્રાટકી હતી અને આફતાબ તેમજ તેના સાગરિત હુસેનખાન ઉર્ફે ભયુ યુનુસખાન આરેન પઠાણ રહે.નવાપરા, બિસ્મીલ અકબર દિવાન રહે. રાતીદેવડીની ધરપકડ કરી દોઢ લાખની કાર અને 32,000ના ફોન કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે ઘટના બાદ અા હુમલામાં રાજેશભાઇનો હાથ હોવાની શંકાના આધારે પોલીસે તેમની અટકાયત અગાઉ જ કરી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...