ગુજરાત કિશાન સભા અને ડેરી ફામૅસ ફેડરેશન ઓફ ઈન્ડીયાના સંયુકત ઉપક્રમે દેશમાં પશુપાલન અને ડે૨ી ઉદ્યોગની માંગણીઓ માટે ધરણા યોજાયા હતા. દુધ ઉત્પાદક પશુ પાલકો અને ખેત ઉત્પાદક બહેનોએ સાથે મળી વડાપ્રધાનને સંબોધી ઉપલેટા મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જે પહેલા ઉપલેટાના બાવલા ચોકમાં ધરણાં દેખાવો કર્યા હતાં.
આવેદનમાં દુધના ટેકાના ભાવની માંગણી કરી છે. ટેકાના ભાવ નક્કી ન થાય ત્યાં સુધી 8 લીટર દુધ પર રૂ.૫ની સહાયની માંગ કરી છે. તેમજ દુધ ઉત્પાદકો પર જી.એસ.ટી. નાખ્યો છે. તે નાબુદ કરવાની માગ કરી છે. સહકારી ડેરી ઉદ્યોગની મશીનરી પરના જી.એસ.ટી.નાબુદ થવા જોઈએ તેવી રજૂઆત કરી હતી.
ગુજરાત કિશાન સભાના રાજય પ્રમુખ ડાયાભાઈ ગજેરાએ જણાવ્યું છે કે દુધના ટેકાના ભાવ અને દુધના લીટર પર રૂ. ૫ ની સબસીડી દુધ ઉત્પાદનો પર જી.એસ.ટી. નાબુદી માંગણી માટે ટુંક સમયમાં દેશ વ્યાપી આંદોલનનો કાર્યક્રમ જાહેર કરાશે. ડેરી ફાર્મે ફેડરેશન ઓફ ઈન્ડીયાના પશુ પાલકો જેશાભાઈ ગોજીયા, ૨મેશભાઈ કાંબરીયા, મહીલા પશુ પાલક પમીબેન ડે૨, જોશનાબેન ડે૨, ગુજરાત કીશાન સભાના દીનેશભાઈ કંટારીયા, દીલીપભાઈ ફળદુ, દેવેનભાઈ વસોયા, મેણસીભાઈ ડેર તેમજ મહીલા ખેડુત નીમુબેન ગજેરા, ઈન્દુબેન કપુપરા, વગેરે આગેવાનો સંયુકત કાયૅક્રમમાં સામેલ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.