માંગણી:યુપીમાં ખેડૂતોના હત્યારાઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા માંગ

ઉપલેટા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

યુપીમાં કૃષિ કાનૂનનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આંદોલનને તોડી પાડવાના પ્રયાસ રૂપે રાજ્યમંત્રીના પુત્રે પોતાની કાર હેઠળ કચડીને ખેડૂતોના મોત નીપજાવ્યા એ ઘટનાનો વિરોધ ઉપલેટામાં કિસાન સંઘના નેજા હેઠળ મામલતદારને આવેદન આપીને કરવામાં આવ્યો હતો. તાજેતરમાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં સરકારી કાર્યક્રમ સામે કાળા વાવટા ફરકાવવા એકઠા થયેલા ખેડૂતો ઉપર કેન્દ્રના ગૃહ રાજયમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીપ મીશ્રા દ્વારા પોતાની કાર આંદોલન કારીઓ ખેડુતોના સમુહ પર ચડાવી ઘટના સ્થળે ૩ ખેડૂતો અને સારવાર દરમ્યાન વધુ ૫ ખેડુતોના મોત નિપજાવ્યા છે.

ત્યારે આ ઘટનાના જવાબદાર વ્યકિત સામે માનવ વધના ગુના દાખલ કરી ઘટના કરનારાઓ અને ઘટનાને પ્રોત્સાહન આપનારા સામે પોલીસ કાર્યવાહી કરવા તેમજ લોકશાહી પ્રણાલીથી ચુંટાયેલા કેન્દ્ર સરકારના ગૃહ રાજયમંત્રી અજય મીશ્રા રાજીનામું આપે અને ઘટનામાં મૃતક ખેડુતોને ખેડુત દીઠ રૂ. ૨૫ લાખ ની સહાય આપે તેવી માંગ સાથે અખીલ ભારતીય સંયુકત કિશાન મોરચા તેમજ ગુજરાત કિશાન સભાના રાજય પ્રમુખ ડાયાભાઈ ગજેરા તેમજ રાજકોટ જિલ્લા મંત્રી દિનેશભાઈ કંટારીયા, ઉપપ્રમુખ લખમણભાઈ પાનેરા, રાજય સમિતિના સભ્ય કાળાભાઈ બારીયા, ખીમાભાઈ તેમજ વસોયાભાઈ, નટુભાઈ સોજીત્રાએ ઉપલેટા મામલતદારને આવેદન પાઠવી ગુનેગારોને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...