માંગ:ઉપલેટા તાલુકામાં સરવે કરી ખેડૂતોને વળતર ચૂકવવા માગ

ઉપલેટાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • MLAની આગેવાનીમાં કોંગી કાર્યકરો મામલતદાર કચેરી પહોંચ્યા

ઉપલેટા તાલુકામાં થયેલા અતિ ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકામાંથી પસાર થતી ત્રણ મોટી નદીઓ મોજ, ભાદર અને વેણુ માં અતિભારે પુર આવતાં આ નદીઓ કાંઠા તોડીને ખેતરોમાં વહેવા લાગી હતી. આને કારણે તાલુકામાં ખેતીવાડી, માલમિલ્કત અને સરકારી મિલ્કતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. આથી ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો મામલતદાર કચેરીએ દોડી ગયા હતા અને આવેદન આપી તાકીદે સહાય ચૂકવવા માગણી કરી હતી.

મામલતદારને આપવામાં આવેલા આવેદનમાં જણાવાયું હતું કે અતિ ભારે વરસાદને કારણે ઉપલેટા અને ધોરાજી વિસ્તારમાં નદીઓએ ખેતરોનું ધોવાણ કરી નાખ્યું છે. તાલુકાને જોડતા તમામ રોડ રસ્તાઓ ઉખેડીને નાખી દીધા છે. આ ઉપરાંત ભાદર નદીમાં આવેલા ચીખલીયા, ઈસરા, નીલાખા, પાસે આવેલા ચેક ડેમ પાણીના પ્રવાહના મારથી તૂટી ગયા છે. આટલું મોટું નુકશાન ભુતકાળમાં કયારેય થયું ન હોય તાત્કાલીક આ વિસ્તારમાં સરકાર દ્વારા સર્વે કરાવી અસરગ્રસ્તોને વળતર આપવું જોઇએ.

આવેદનપત્ર આપતી વેળાએ શહેર કોંગ્રેસના પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપતભાઈ કનેરીયા, તાલુકા પંચાયતના પુર્વે પ્રમુખ લાખાભાઈ ડાંગર, જયદેવસિંહ વાળા, રાણાભાઈ ચંદ્રવાડીયા, નારણભાઈ ચંદ્રવાડીયા,નારણભાઈ ગઢાળા ધર્મેન્દ્ર્સીહ વાધેલા, પુંજાભાઈ સોલંકી, લખમણભાઈ ભોપાળા, રામશીભાઈ વામરોટીયા, પડવાલાના સરપંચ પુંજાભાઈ, સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...