રજૂઆત:ઉપલેટાના આહીર સમાજની પબુભા સામે કાર્યવાહીની માંગ

ઉપલેટા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ

મોરારીબાપુએ શ્રીકૃષ્ણ ભગવાન વિશે કરેલ શાબ્દિક ટિપ્પણીના લીધે ઉઠેલા વિરોધને શાંત કરવા અને આહિર સમાજની લાગણીને પહોંચેલી ઠેસ અંગે માફી માંગવા માટે માગણી મુજબ મોરારીબાપુ દ્વારકા આવેલા હતા ત્યારે આહિર સમાજના આગેવાનોની હાજરીમાં પબુભા માણેક દ્વારા મોરારીબાપુ પર જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઇને સમગ્ર ગુજરાત રાજ્યમાં આહિર સમાજની જે વર્ષો જૂની છાપ અને આશરો આપવાની જે શાખ રહેલ છે તેમની ઉપર કલંક લાગેલ છે.

મોરારીબાપુ પર  પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા જે હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતાં તેની સામે આજ દિન સુધી કોઈપણ જાતના પગલાં લેવામાં ન આવતા છેલ્લા સાત દિવસથી ઉપલેટા આહિર સમાજના મયુર દિનેશભાઇ સોલંકી દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવેલ છે. આ ઉપવાસનો આજે સાતમો દિવસ છે તેમ છતાં પણ સરકાર તરફથી પબુભા માણેક પર કોઈ પણ જાતની કાર્યવાહી હજૂ સુધી કરવામાં આવેલ નથી. જે સંવેદનશીલ સરકારની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે. આમરણાંત ઉપવાસ પર બેઠેલા મયુર સોલંકીને કંઈ પણ થાય તો તેની જવાબદારી સરકારની રહેશે, આમ ઉપલેટા આહિર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...