કોર્ટનો આદેશ:ઉપલેટામાં ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની કેદની સજા

ઉપલેટા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મિત્રને આપેલા ઉછીના પૈસાની સામે ચેક લીધા’તા
  • વળતર પેટે બે લાખ ચૂકવવા કોર્ટનો આદેશ

ઉપલેટા કોર્ટેમાં ચેક રીર્ટનના કેસમાં આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ રૂ.૨,૦૦,૦૦૦ ફરીયાદીને વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો. જો આરોપી ચેકની રકમ ચૂકવે નહી તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

ઉપલેટાના રહીશ હીરેન ભાદાભાઈ ચંદુવાડીયાએ તેના મિત્ર એલ્વીશ અરવીંદભાઈ ચીકાણીને વર્ષ-૨૦૧૭માં રૂ.૨,૦૦,૦૦૦ હાથ ઉછીના આપ્યા હોય જે રકમ ચુકવવા માટે એલ્વીશ અરવીંદભાઈ ચીકાણીએ બેન્ક ઓફ ઈન્ડિયાના 2 ચેક લખી આપ્યા હોય જે ચેક ફરીયાદીએ વટાવવા માટે રજૂ કરતા ચેક ફંડ ઈન-સફીયન્ટના શેરા સાથે પરત ફર્યા હતા, ફરીયાદીએ ઉપલેટાની કોર્ટેમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરતા જે કેસ ઉપલેટા કોર્ટેમાં ચાલી જતા તથા ફરીયાદીના એડવોકેટે રજુ રાખેલા પુરાવાને નામદાર કોર્ટે માન્ય રાખી આરોપીને ૧ વર્ષેની સાદી કેદની સજા તથા ચેકો મુજબની રકમ રૂ.૨,૦૦,૦૦૦નુ વળતર ચુકવવા તથા જો આરોપી ચેકો મુજબ ની રકમ ચુકવે નહી તો વધારાની ૩ માસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...