સેવાયજ્ઞ:મોટી પાનેલીના ડે. ક્લે. પંકજસિંહ કે. જાડેજાની 50મી જન્મતિથિએ સેવાયજ્ઞ

મોટી પાનેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફ્રી નિદાન-રક્તદાન કેમ્પ, બાળકોને દફ્તર વિતરણ કરાશે
  • મંત્રી બ્રિજેશ મેરજા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

ઉપલેટાના મોટી પાનેલીના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના ઓફિસર સ્વ. ડે. ક્લે.પંકજસિંહ કે જાડેજાની 50મી જન્મતિથિ નિમિતે મોટી પાનેલીમાં પંકજસિંહના સિદ્ધાંતો-સેવાની જ્યોતને પ્રજ્વલિત રાખવાના પરમાર્થી કાર્યોનું આયોજન ચતુર્વિધ સેવાયજ્ઞમાં પંકજસિંહ મેમોરિયલ ગ્રુપ દ્વારા મલ્ટિ સ્પેશિયાલીટી ફ્રી નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, બાળકોને દફ્તર વિતરણ સાથે સંસ્થાઓનું અભિવાદનનું આયોજન 17 ઓક્ટોબરને રવિવારના રોજ પંકજસિંહ કે. જાડેજા તાલુકા શાળા ખાતે નિર્ધારિત કરેલ છે.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિપદે ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ઉપસ્થિત રહી ડોક્ટર્સ-સંસ્થાઓને સન્માનિત કરશે, ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, હરિભાઈ પટેલ, પ્રવીણભાઈ માકડીયા, ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, રાજકોટ ગેલેક્ષી ગ્રુપના રાજેશભાઈ ભાલોડીયા, પ્રોફેસર કે. યુ. જાડેજા સહિતના ઉપસ્થિત રહેશે. ફ્રી નિદાન કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરની ટિમ માનદ સેવા આપવા પધારશે. સાથે જ પોરબંદરની બ્લડ બેન્કની ટિમ પણસેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...