સમસ્યા:ઉપલેટાના નવાપરામાં લો વોલ્ટેજથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન

ઉપલેટા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 15 દિવસથી ધાંધિયા હોવાની ફરિયાદ

ઉપલેટાના નવાપરા ચોરા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી લો વોલ્ટેજ ના ધાંધિયાથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ને નુકસાન થતી હોવાની ફરિયાદો ઉઠી છે. આ અંગે કડવા પટેલ સમાજ ના આગેવાન પિયુષભાઈ માકડિયાએ રજૂઆત કરી હતી. ઉપલેટાના નવાપરા ચોરા વિસ્તારમાં લો વોલ્ટેજના કારણે ફ્રીજ ટીવી પંખા સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો નુકસાન થઈ રહ્યું છે એ બાબતે આ વિસ્તારના લોકોએ જીઈબી કચેરીએ રૂબરૂ જઇ અવર નવર રજૂઆત કરતા જવાબદાર અધિકારીઓએ ઉડતા જવાબ આપતા જણાવ્યુ હતું કે તમારા વિસ્તારમાં એસી જાજા છે અને હાલના ઉનાળાના સમયમાં તમામ એસી અને પંખા ચાલુ હોવાથી લોડ પડે છે તેના કારણે આ પ્રશ્નો છે. આ બાબતે જવાબદાર અધિકારીઓને આવા ઉઠતા જવાબ ના વિરોધમાં પિયુષભાઈ માકડિયાએ જીઈબીના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી આ પ્રશ્ન હલ માટે તાત્કાલિક કામગીરી કરવા પત્રમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...