સુત્રોચ્ચાર:ઉપલેટામાં સ્વરાજ બચાવોના નારા સાથે CPIMના સૂત્રોચ્ચાર

ઉપલેટા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુલામીના બદલે જાત મહેતન કરવા પર આગેવાનોનો ભાર

ઉપલેટામાં ગાંધી જયંતિ નિમિતે સીપીઅેમ દ્વારા સ્વરાજ બચાવોના સુત્રોચ્ચાર કરી, દેખાવો યોજી ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતા. આ તકે આગેવાનોએ લોકોને ગુલામી કરવાને બદલે જાત મહેનત કરીને આગળ આવવા પર ભાર મૂક્યો હતો.ગાંધીજીને ભુતકાળમાં અંગ્રેજોની લડાઈ અને મીઠાના સત્યાગ્રહ સુધી પોતે પોતાનું આખું જીવન દેશસેવામાં સમપર્પીત કરી લોકોની જીવનશૈલીમાં મોટું પરીવર્તન લાવ્યા હતા ત્યારે આજના આ આધુનીક યુગમાં દેશનું યુવા ધન ફરી મોટી મોટી વિદેશી કંપનીઓમાં ફરજ(નોકરી) કમ ગુલામીની તરફ ધકેલાઈ રહયું છે.

આવા યુવાધનને ટકોર કરી આગેવાનોએ જણાવ્યું હતું કે આજના આ યુગમાં કોઈ વિદેશી કંપનીઓની શરણે જવા કરતા સ્વરાજ બચાવોની સાથે આપણે આપણા દેશનું નામ રોશન કરી ગુલામી કરતા જાતમહેનત કરી પોતાની રીતે પગભર થઈ સ્વરાજ બચાવોની લડાઈ લડવી જોઈએ. આ તકે ઉપલેટાના સામ્યવાદી માર્કસવાદી પક્ષે ગાંધી જયંતી દિન નિમિત્તે ઉપલેટા શહેરના ગાંધી ચોકમાં આવેલ પ્રતિમાને ફુલહાર કરી સ્વરાજ બચાવો નો એક જાહેર કાર્યક્રમ કરી ગાંધી ચોક ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તકે સી.પી.એમ.ના ડાપાભાઈ ગજેરા, દિનેશભાઈ કંટારીયા, દિલીપભાઈ વસરા, ગોરધનભાઈ સીંહોરા, કે.ડી. સિક્કોજીયા વગેરે ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...