કાર્યવાહી:ઉપલેટાના રેતીના વેપારીની વેરાવળના બે શખ્સ સામે ચેક રિટર્નની ફરિયાદ

ઉપલેટા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેતી લીધા બાદ આપેલા 10 લાખના ચેક બેલેન્સના અભાવે કેન્સલ થયા
  • વેરાવળની રઘુવીર કન્સ્ટ્રક્શન કંપનીએ રેતી લીધી, નાણાં ન ચૂકવ્યા

ઉપલેટાના બિલ્ડિંગ મટિરિયલ્સના ધંધાર્થીઅે જે તે સમયે વેરાવળની કંપનીને રેતીનો જથ્થો મોકલ્યો હતો અને વેરાવળના વેપારીઓએ 10 લાખના ચેક આપ્યા હતા, જે બેંકમાં રજૂ કરવામાં આવતાં બેલેન્સના અભાવે તે રીટર્ન થતાં ઉપલેટાના ધંધાર્થીએ વેરાવળના બે શખ્સ સામે ફરિયાદ નોંધાવતાં આગળની કાર્યવાહી આરંભવામાં આવી છે.

ઉપલેટા ગીરનાર સીમેન્ટ પાઈપ પાસે ઠાકોર ફામમાં રહેતા જયદેવ પ્રકાશભાઈ ઠાકોર એન સેતલબેન જયદેવભાઈ ઠાકોરએ ઉપલેટા કોર્ટમા પોતે બિલ્ડીંગ મટીરીયલ્સ સપ્લાયસનો ધંધો કરતા હોઈ વેરાવળના રઘુવીર કન્સ્ટ્રકશન કંપનીને રેતી આપી હતી, જેમના રૂ. 10 લાખના ચેક આપ્યા હતા. આ ચેક રિટર્ન થતાં ઉપલેટા કોર્ટમા નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ કલમ 138 મુજબ ઉપલેટા કોર્ટમા ફરિયાદ દાખલ કરવામાં આવતાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જયદેવભાઈ ઠાકોર અને સેતલબેન ઠાકોરએ રઘુવીર કન્સ્ટ્રકશનના ભાગીદાર રામશીભાઈ કરશનભાઈ રામ અને ડો. સુરેશભાઈ માખેસણા રે. બન્ને વેરાવળ વાળાને ૨૩-૬-૨૦૨૦ થી ૧-૭-૨૦૨૦ સુધીમાં રેતી આપી હતી. જેમના હિસાબ પેટે 7,50,000 લેવાના હતા. તેમના ત્રણ ચેક આપ્યા હતા.

ઉપરાંત 8-7-20થી 31-7-20 સુધી બીજી રેતી લઈ ગયા તેમના 2,50,000ના ચેક આપેલ હતા. ચેક બેન્કમાં ભરતા બેન્કમાં બેલેન્સ ન હોવાને કારણે ચેક પરત ફરતા જયદેવભાઈ ઠાકોર, સેતલબેન ઠાકોરએ રઘુવંશી કન્સ્ટ્રકશન કંપની વેરાવળના ભાગીદાર રામશી કરશન રામ રે. રીયોન ફેકટરી સામે વેરાવળ અને ડો. સુરેશ વીરજી માખસણા રે. કાવેરી હોટલ પાસે વેરાવળ વાળા સામે નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ઉપલેટા કોર્ટમા ફરિયાદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...