ફરિયાદ:નાગવદરમાં ખનીજ ચોરીની તપાસ ટીમ ઉપર હુમલો કરતા ચાર સામે ફરિયાદ

ઉપલેટા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હુમલામાં ક્લાર્કને તમાચો ઝીંકી દીધો, ચારેય ફરાર

ઉપલેટા તાલુકાના નાગવદર ગામે વેણુ નદીમાં રેતી ખનીજ ચોરીની તપાસ માટે ઉપલેટા મામલતદાર કચેરીની ટીમ તપાસમાં ગયેલ ત્યારે ગામના ચાર ખનીજ ચોરો એ હુમલો કરેલ હતી અંગેની વિગતે એવા પ્રકારની છે કે ઉપલેટા નાયબ મામલતદાર બી પી . બોર ખાતરીયા ટી.ઍસ. નાઈક.તલાટી મંત્રી એમ વી કરંગીયા ‌.કોમ્પ્યુટર ઓપરેટર રવિ બેલા. આર.કે સોલંકી તથા ડ્રાઇવર ભગીરથસિંહ વાળા ગયેલા હતા ત્યારે નદીના પટમાં ખનીજ ચોરી કરતા નાગવદર ગામના રહેવાસી સંજય ભુપત ભીત, ભીમા મસરી ભીત, સાગર મસુરી ભીત, પરેશ અરજણ ભીત આ ચારેયે તપાસ ટીમ ઉપર હુમલો કરીને ક્લાર્ક નાઈક ને તમાચો મારી દીધો હતો હતો તેમજ રવિ બેલાનું ટીશર્ટ ફાડી નાખેલ હતું આ તમામ આરોપીઓ હુમલો કરી નાસી છુટ્યા હતા.

આ બનાવ અંગે ઉપલેટા પોલીસમાં મામલતદાર મહેશભાઈ ધનવાણી એ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ કરેલ છે ઉપલેટા મામલતદારે છેલ્લા છ માસથી અંદાજે એક કરોડ થી વધુ ખનીજ ચોરીઓ પકડી પાડેલ છે તપાસ ટીમ પર હુમલો કરનારા આરોપીને તાત્કાલિક પોલીસ પકડી પાડે તેવી માંગણી કરેલ હતી. ઉપલેટા તાલુકામાં મોજ. ભાદર. વેણુ ત્રણ નદીઓમાં ખનીજ ચોરીઓ થાય છે. બેરોકટોક ખનિજચોરી કરતા ખનીજ માફિયાઓ હવે તપાસ ટીમ પર હુમલો કરતા પણ હિંચકાતા નથી. પોલીસ સત્વરે ચારેય સામે કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...