તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂથ અથડામણ:ઉપલેટાના ચીખલિયામાં સશસ્ત્ર જૂથ અથડામણ, 9ને ઇજા, 16 સામે ફરિયાદ

ઉપલેટા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતરના શેઢે છાણનો ઉકરડો લોડરથી ભરવા બાબતે બે જૂથ બાખડ્યાં
  • ઉપલેટાના ચીખલિયામાં સશસ્ત્ર જૂથ અથડામણ, 9ને ઇજા, 16 સામે ફરિયાદ

ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામે ખેતરના શેઢેથી છાણનો ઉકરડો ભરવા બાબતે ક્ષત્રિય અને મુસ્લિમ જૂથ વચ્ચે અથડામણ થઇ હતી બંને જૂથના લોકો એકબીજા પર તલવાર, ધારિયા, કુહાડી અને છરી લઇ તૂટી પડ્યા હતા. એક શખ્સે તો પોતાના બચાવમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ધીંગાણામાં નવને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તાકીદે ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થિતિ થાળે પાડી હતી પોલીસે સામસામે ફરિયાદના આધારે 16 શખ્સો સામે રાયોટિંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો.

ચીખલીયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી અને ફાયરિંગ થયું હોવાનું માલુમ પડતા ઉપલેટા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ કે કે જાડેજા તથા કાફલો દોડી ગયો હતો.આ હુમલામાં નવને ઇજા પહોંચી હોઇ જે પૈકી ચારને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે બંદોબસ્ત ગોઠવી સ્થિતિ થાળે પાડી હતી.

કુલદીપસિંહ જાડેજાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમીન મુસાભાઇ નારેજા, કાદર રણમલ નારેજા, ઈબ્રાહીમ કાતીયાર મુસા, કાસમભાઈ નારેજા, જાહિદ મુસાભાઈ નારેજા, હબીબ તૈયદભાઈ નારૈજા, વસીમ હબીબ નારેજા , તોહીત વલીમામદ નારેજા, અને રિઝવાન આમોદ નારેજાના નામ આપ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ હતા ત્યારે શેઢા પાસે ગામમાં રહેતા અમીના નારેજાએ છાણ નો ઉકરડો કર્યો હતો, અને આ મુદે તેમની સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં આરોપીઓ કુહાડી, ધારિયા, પાઈપ સહિતના હથિયારો લઇ આવી પહોંચ્યા હતા અને પોતાને તેમજ તેના પિતરાઈ કેતનસિંહને માથામાં કુહાડી મારી દીધી હતી. તેમજ રાજદીપસિંહ તથા અન્ય એકને પણ ઈજા કરી હતી. આ દરમિયાન રાજદીપસિંહે લાઇસન્સવાળી રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું અને આરોપીઓએ તેમની પાસેથી આ રિવોલ્વર ઝુંટવી લીધી હતી તેમજ કારમાં કુહાડી વડે તોડફોડ કરી હતી.

સામા પક્ષે જાવેદ ઉર્ફે રાહીદ મુસાભાઈ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે કુલદીપસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા, ભદ્રપાલ સિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજાના નામ આપ્યા છે, અને ઉમેર્યું હતું કે છાણનો ઉકરડો ભરવા બાબતે આરોપીઓએ છરી, તલવાર અને લાકડી વડે હુમલો કર્યો હતો જેમાં પોતાને તથા કાદરભાઈ નારેજા, હુસૈન ઇબ્રાહીમભાઇ, મુસાભાઈ નારેજા, હબીબ નારેજા, અને વાલીમામદ નારેજાને ઈજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...