ઉપલેટામાં મહિલા સમિતિનું અધિવેશન:તમામ ક્ષેત્રે સમાનતા માટે મહિલાનું જનવાદી સંગઠન બનાવવા હાકલ

ઉપલેટાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશભરની 20 મહિલા સભ્યની સમિતિમાં નિયુક્તિ

ઉપલેટા ખાતે અખીલ ભારતીય જનવાદી મહિલા સમિતિનું 11મું રાજય અધિવેશન યોજાયું હતું. 12 જિલ્લામાંથી 80 ડેલીગેટસ ઉપસ્થિત રહી હતી. શહિદ વંદના કરીને તમામ ડેલીગેટસએ શહિદો અમર રહોના સુત્રોચ્ચાર કર્યાં હતા. બાદ જનવાદી મહિલા સમિતિના સેન્ટર કમીટી મેમ્બર નલીની જાડેજાએ અધિવેશનને ખુલ્લું મુક્યું હતું. આઝાદીના ૭૫ વર્ષ પછી પણ મહિલા અસમાનતાનો ભોગ બની રહી છે.

આજે પણ મહિલા ઉપર સામાજીક અને રાજનૈતીક અત્યાચાર થઈ રહ્યા છે. મહિલાઓને સમાન કામ માટે સમાન વેતન મળતું નથી.મહિલા અસુરક્ષીત છે. મહિલાઓને અધિકાર આપવામાં કેન્દ્રની તમામ સરકારો નિષ્ફળ રહી છે. સમિતિના રાજય પ્રમુખ હંસાબેન મગદાણીએ રાજકીય અહેવાલ રજુ કર્યો હતો.

આંદોલનની ચર્ચામાં 15 ડેલીગેટસએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય મહામંત્રી મરીયમ ઢવલે જણાવ્યું હતુ કે આજે મહિલાઓ અનેક સમસ્યાથી પીડાય છે. પુરૂષોની સરખામણીએ મહિલાઓને રાજકીય સામાજીક અને આર્થિક મહત્વ અછું મળે છે. તેના કારણે નોકરીઓમાં તક મળતી નથી. સામાજિક દરજજો નીચો રહે છે.

તમામ ક્ષેત્રમાં સમાનતા લાવવા મહિલાઓનું મજબુત જનવાદી સંગઠન બનાવવાની હાકલ કરી હતી. અધિવેશનમાં 20 સભ્યોની રાજય સમિતિને સર્વાનુમતે ચૂંટી કાઢી હતી. પ્રમુખ તરીકે હંસાબેન મગદાણી અને મહામંત્રી તરીકે રમીલાબેન રાવળની નીમણુંક થઈ હતી. બે ઉપપ્રમુખ અને મંત્રીની સર્વાનુમતે વરણી કરી હતી. મહામંત્રી રમીલાબેન રાવળએ અધિવેશનની કાર્યવાહી જાહેર કરી અને સંગઠનને મજબુત અને વિસ્તાર વધારવા કાર્યક્રમો ઘડી કાઢયાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...