આયોજન:કોલકીને સ્વચ્છ-સુઘડ બનાવવા લોકજાગૃતિ અને સફાઇ ઝુંબેશ

ઉપલેટાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચિત્ર-નિબંધ સ્પર્ધાના આયોજનો કરી લોકોને જોડાશે
  • જિલ્લાને​​​​​​​ પ્રથમ સ્થાન મળે તેવા પ્રયત્નો કરવા અપીલ

રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ પૈકી સ્વચ્છ ભારત મિશન(ગ્રા) યોજના અંતર્ગત ઉપલેટા તાલુકામાં ફેઝ-૨ અને 100 દિવસ કેમ્પેઈન અંતર્ગત કોલકી ગામમાં પ્રવાહી કચરા નિકાલ, સામુહિક તથા વ્યકિતગત શોકપીટ અને કમ્પોસ્ટ, ડોર-ટુ-ડોર કલેકશન વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, જિલ્લા ગામ વિકાસ એજન્સીના નિયામક જે. કે. પટેલ અને એસ.બી.આઈ.(ગા)ના ડી. સી. મીનાક્ષીબેન કાચાના માર્ગદર્શન હેઠળ ઉપલેટા તાલુકાના કોલકી ગામે સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંતર્ગત જાહેર સ્થળો, મંદિરો, શાળા, આંગણવાડી, પંચાયત ઘર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે જગ્યાએ સફાઈ અભિયાન સરપંચ નીલમબેન આર. ખાંટ ઉપસરપંચ રમણીકભાઈ કે, ભાલોડીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્ય તેમજ ગામના આગેવાન રમેશભાઈ ખાંટ અને વિજયભાઈ પાઘડાર દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી.

સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંતર્ગત રાજકોટ જિલ્લાને પ્રથમ સ્થાન અપાવવા માટે સ્વચ્છતા જાળવી રાખે તે માટે પ્રતિભાવો એસ. એસ. જી 2021ને એપ્લિકેશનમાં આપે તે માટે તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા એમ. આઈ. બેલીમ, સિવિલ એન્જિનિયર કે. એ. ડઢાણીયા, કલસ્ટર કો-ઓર્ડીનેટર કાજબેન ચાઠાણ, ખુશ્બુબેન લખતરીયા, ભાવેશભાઈ વીરડા દ્વારા લોકોને અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...