તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઉપલેટા પોલીસની જોહુકમીથી ત્રાસી ચેમ્બરનું ગામ બંધનું એલાન

ઉપલેટા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરનામા થકી દંડ વસૂલાતો હોવાનો આક્ષેપ
  • SPએ બેઠક કરી ખાતરી આપતા એલાન મોકૂફ

સરકારે કોરોનાની મહામારી વધુ ન ફેલાય અને લોકો જાહેરમાં એકઠા ન થાય તે માટે જુદા-જુદા જાહેરનામા બહાર પાડી તેમનો અમલ કરાવવા પ્રયત્નો કરે છે. પરંતુ આ અમલવારીમાં ઉપલેટા પોલીસ દ્વારા કાયદાનો અતિરેક થતો હોય અને આમને કારણે લોકોને કાયદાની સગવડતા ને બદલે અગવડતા ઉભી થતી હોય આ અંગે વેપારીઓની ફરિયાદ આવતા ચેમ્બર્સના પ્રમુખ વીનુભાઈ ધૈરવડાએ આગેવાનોને સાથે રાખી મામલતદાર અને ઉચ્ચ અધિકારીને આવેદન આપી પોલીસની કામગીરી સામે રોષ વ્યકત કરી યોગ્ય કરવાની માગણી કરી હતી.

છતા વર્તનમાં કોઈ ફર્ક ન પડતા તમામ વેપારી એસો.ની મીટીંગ બોલાવી મંગળવારે ઉપલેટા બંધનું એલાન આપવાનું નકકી કરતા મામલો ગરમાયો હતો. આ બનાવની જાણ એસપીના ચાર્જમાં રહેલા ડી.વાઈ. એસ.પી. સાગર બાગમારના ધ્યાને આવતાં તેઓ ઉપલેટા આવ્યા અને ચેમ્બર પ્રમુખ ધેરવડા, શહેર કોંગ્રેસ પ્રમુખ ચોટાઈ, ડાયાભાઈ ગજેરા, નીલુભાઈ ગોંધીયા, કેતનભાઈ કાલાવડીયા, નાથાભાઈ ચંદ્રવાડીયા, હારૂનભાઈ માલવીયા, લાલાભાઈ ધાબી, લખમણભાઈ ભોપાળા, સહિતના સાથે ચર્ચા કરી ઘટતું કરવાની ખાત્રી દેતા બંધનું એલાન મોકુફ રખાયું છે.

બે ચાર દી’ જોઇએ, પછી નક્કી કરીશું
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીનુભાઈ ઘેરવડાએ જણાવ્યુ હતું કે SPએ ઘટતું કરવાની ખાત્રી આપી છે. તેથી 2-4 દિવસ પોલીસનું વર્તન જોઈ આવનારા દિવસોમાં ગામ બંધ રાખવું કે શું કરવું તે અંગે નકકી કરી વેપારીઓને જાણ કરાશે. હાલ બંધનું એલાન સ્થગિત કર્યું છે જો સંતોષ નહિ થાય તો ફરી બંધનું એલાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...