તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉપલેટાના વેણુ 2 ડેમમાં નહાવા પડેલા યુવાનનું ડૂબી જતાં મોત

ઉપલેટાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફાયરના જવાનો અને તરવૈયાએ પાણી ડહોળી લાશ બહાર કાઢી

ઉપલેટા નજીક આવેલા વેણુ 2 ડેમમાં તાજેતરના વરસાદથી થયેલી આવકમાં નહાવાની લાલચે પડેલા યુવાનનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકોએ ફાયરના જવાનોનો સંપર્ક કર્યો હતો અને તરવૈયાઓએ ડેમના પાણી ડહોળ્યા હતા પરંતુ યુવાનની લાશ જ હાથમાં લાગી હતી.ઉપલેટાની પોલીસ લાઈન પાછળ આવેલ આશાપુરા સોસાયટીમાં રહેતા આહિર જયેશભાઈ માલદેભાઈ કનારા ઉ.વ 25 આજે તેમના મિત્રો સાથે ગાયત્રી આશ્રમ ગધેથડ વેણુ 2 ડેમના પાટિયાનું પાણી જ્યાંથી બહાર નીકળે છે તે બકેટનાં ભાગમાં નહાવા પડ્યો હતો અને ત્યારબાદ ઉંડા પાણીમાં ડૂબી જતાં કરૂણ મોત થયું હતું.

મિત્રોએ ફાયરના જવાનો અને તરવૈયાને બોલાવ્યા હતા અને લાશ ઉંડા પાણીમાંથી કાઢી ઉપલેટા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવી હતી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ માટે ભાયાવદર પોલીસમાં કાગળો મોકલી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...