તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Upleta
 • A Village Where There Is A Water Festival, No Tea Stalls Or Hotels, The Tradition That Has Been Going On Since The Time Of The Kingdoms Is Still Alive Today.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી પરંપરા:સૌરાષ્ટ્રનું એક ગામ કે જ્યાં પાણીના પરબ છે, ચાના થડા કે હોટેલ નથી, રજવાડાં વખતથી ચાલી આવતી પરંપરા આજે પણ ઇતિહાસ બની જીવંત છે

ઉપલેટા2 મહિનો પહેલાલેખક: રોનક ચોટાઇ
 • કૉપી લિંક
ચાનું વેચાણ ન કરી નાના એવા કોલકી ગામે સમાજને મોટી પ્રેરણા  પૂરી પાડી દાખલો બેસાડ્યો. - Divya Bhaskar
ચાનું વેચાણ ન કરી નાના એવા કોલકી ગામે સમાજને મોટી પ્રેરણા  પૂરી પાડી દાખલો બેસાડ્યો.
 • ઉપલેટા તાલુકાનું કોલકી સૌરાષ્ટ્રમાં એક માત્ર ગામ છે જ્યાં ચા વેચાતી નથી
 • જો ચાની ચૂસકી લેવાની તલબ લાગે તો સ્થાનિક લોકોની મહેમાનનવાજી માણવી જ પડે

સૌરાષ્ટ્રની ધરા પર ચાના શોખીનોને નિરાશ થવાનો વારો આવે નહીં,એવો આ ધરાનો પ્રતાપ છે પરંતુ સૌરાષ્ટ્રમાં એક ગામ એવું છે કે જ્યાં ચાનું વેચાણ થતું જ નથી, જો ચા પીવાની તલબ લાગે તો સ્થાનિક લોકોની મહેમાનનવાજી માણવી જ પડે. ઉપલેટા તાલુકા કોલકી ગામની વાત અહીં થઇ રહી છે.

કોલકી ગામની વસ્તી 6500 આસપાસ
આ ગામની અંદર વર્તમાન સમયમાં એક પણ ચાની લારી કે દુકાન કે કેબીન જ નથી. કોલકી ગામની વસ્તી 6500 આસપાસ છે અને આ ગામમાં રાજા રજવાડા વખતથી કોઈપણ જગ્યાએ ચાનું વેચાણ જ કરવામાં આવતું નથી. જેથી કોઈને વ્યસન ન થાય તેમજ જે ખર્ચ ચા માટે થતો હોય એ પણ બચે. ચાના પ્યાસીઓને જો ચાની ચૂસકી મારવી હોય તો મહેમાન તરીકે કોલકી ગામમાં કોઇના ઘરે જ જવું પડે છે ત્યારે જ ચા પીવા મળે છે. લોકો કહે છે કે આ પરંપરા અમે એટલા માટે જાળવીએ છીએ કે જેના લીધે મહેમાન અમારા ઘરે આવે અને એ રીતે અમારી ઓળખાણ વધે.

કોલકી ગામ
કોલકી ગામ

યુવા અવળે માર્ગે ન જાય અને સંબંધોની મીઠાશ જળવાય એ જ મુખ્ય હેતુ
કોલકીના સરપંચ રમણીકભાઈ ખાંટે કહ્યું- આજના સમયમાં માણસ સંબંધની મીઠાસ ભૂલી ગયો છે. અમારા કોલકી ગામે સંબંધની મીઠાસ(ચાની ચુસકી) માટે ફરજિયાત મહેમાન તરીકે ઘરે જ આવે છે ને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. સબંધો યાદગાર બની રહે તેમજ યુવાધન અવળે રસ્તે ન ચડી જાય અને વ્યસન મુક્ત રહે, તેમજ ચાનો ખર્ચ પણ બચે માટે અત્યાર સુધીમાં ચાની કિટલી અહીં ચાલતી જ નથી અને ગ્રામજનો પણ વર્ષોથી આ પરંપરા નિભાવી રહ્યા છે.

પાણીની પરબ
પાણીની પરબ

લોકો પણ પરંપરા જાળવી રાખવાના મૂડમાં
કોલકીના રહેવાસી મનસુખભાઈ મૂળજીભાઈ સોલંકીએ કહ્યું- મારો જન્મ જ કોલકીમાં થયો છે અને અહીં જ રહું છું. મેં આજ સુધીમાં ક્યારેય ગામની અંદર ચાની કીટલી કે દુકાન જોઈ નથી. ચા પીવા બહાને આવતા મહેમાનો અમારા માટે મોંઘેરા હોય છે અને સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે. અમને ચાની ટેવ પડી નથી. લોકોને પણ આજની તારીખે આ પરંપરા જાળવી રાખવાની મજા આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો