તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઉપલેટાના નટવર રોડ પર શુક્રવારે વહેલી સવારે જર્જરિત મકાન ધરાશાયી

ઉપલેટા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નીચે આવેલી બન્ને દુકાનો ધરાશાયી, સદનસીબે જાનહાનિ ટળતા તમામે રાહતનો શ્વાસ લીધો

ઉપલેટા શહેરમાં શુક્રવારે વહેલી સવારે જીકરીયા ચોક નટવર રોડ ઉપર ૨ દુકાનોની ઉપર આવેલું જર્જરિત બંધ મકાન ધરાશાયી થતા નીચે આવેલી બન્ને દુકાનો કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. સદનશીબે કોઈ જાનહાની ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આ બાબતે મકાનના માલિક અને નગરપાલિકા પ્રશાસનને અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી કે દુકાનની ઉપર રહેલ બંધ મકાન ૧૨૫ વર્ષ જૂનું અને ખુબજ નબળું પડી ગયું છે અને અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી ગમે ત્યારે પડી જશે તેવી ભીતિ સેવાઈ રહી હતી એવામાં આજે વહેલી સવારના ૭-૦૦ વાગ્યાના સુમારે આ મકાન ધરાસાયી થતા નીચે આવેલી બન્ને દુકાનો ઉપર કાટમાળ પથરાઈ ગયો હતો.

જે જગ્યાએ આ બનાવ બનેલ છે તે બજારમાં દિવસભર લોકોની અવર-જવર અને ટ્રાફીક જામ જેવા દ્રશ્યો હોય છે. નીચે આવેલી દુકાનની અંદર પણ લોકો ખરીદી કરવા આવતા હોય છે, પરંતુ વહેલી સવારે આ ઘટના બનતાં કોઈને ઈજા કે જાનહાની થઇ ન હતી. આવા જર્જરિત અનેક મકાનો આવેલા છે. આ ઘટના બાદ તંત્ર કોઈ પગલાં લેશે? ઉતારવાની તસદી લેવાશે કે પછી કોઇ જાનહાનિની રાહ જોવાઇ રહી છે?

અન્ય સમાચારો પણ છે...