મેઘમહેર:ઉપલેટામાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદથી મોજ નદીમાં ઘોડાપૂર

ઉપલેટા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટી મેંગણીનો મોતીસર ડેમ છલોછલ, નીચાણવાળા ગામ એલર્ટ કરાયા - Divya Bhaskar
મોટી મેંગણીનો મોતીસર ડેમ છલોછલ, નીચાણવાળા ગામ એલર્ટ કરાયા
  • ખીરસરા, ઘેટિયા અને ચિત્રાવડ તરબતર : જેતપુરમાં અઢી, આટકોટ, ધોરાજીમાં અડધો ઇંચ

ઉપલેટાના ગ્રામ્ય પંથક પર ગુરુવારે વરસાદની વિશેષ મહેર રહી હતી અને અેક જ કલાકમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ પડી ગયો હતો જેના પગલે માર્ગો પર નદીઓ વહેતી થઇ હતી. તો બીજી તરફ ધોરાજી અને આટકોટમાં પણ અડધા ઇંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. જેતપુરમાં બપોર બાદ વાદળો વરસી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ઉપલેટા તાલુકાના ખીરસરા ધેટીયા,ચિત્રાવડમાં ૧ કલાકમાં ૪ ઇંચ વરસાદ પડતા ગામના પાદરમાંથી નીકળતી મોજ નદીમાં ઘોડાપુર આવ્યા હતા જ્યારે ખીરસરા ઘેટીયા થી ચિત્રાવડ ગામના રોડ નબળા પુલ ઉપર બેલા ભરેલો ટ્રક ફસાઈ જતા ટ્રકને ખસેડવા માટે જે.સી.બી.ની મદદ લેવી પડી હતી. બીજી તરફ જામકંડોરણા તાલુકા કોંગ્રેસના આગેવાનો સ્થળ પર દોડી ગયા હતા અને ઇમરજન્સીની સ્થિતિમાં કોંગ્રેસ સમિતિનો સંપર્ક કરવા પ્રમુખ વાળાએ જાહેરાત કરી હતી.

ભારે વરસાદના પગલે વેણું-૨ ડેમની સપાટી 52 ફુટ હતી જે વધીને 52.50 ફૂટ થઇ છે.જયારે મોજ ડેમની સપાટી 31.80 ફૂટ હતી જે વધીને32.50 ફૂટ થઇ છે. આટકોટ તેમજ ધોરાજીમાં અડધા ઇંચ સુધીનું પાણી પડ્યું હતું. જેતપુરમાં મુશળધાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. જ્યારે જનતા નગર મેઈન રોડથી ટાકુડીપરા વિસ્તારના વોકળાનું પાણી રસ્તા સાથે સમથળ થઈ જતા રસ્તો બંધ કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...