તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જળવૈભવ:ઉપલેટામાં મોજડેમના 18 પાટિયા 8 ફૂટ ખોલ્યા, વેણુ નદીના પાણી નીલાખા ગામમાં ઘૂસી ગયા

ઉપલેટા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
આગેવાનો સ્થળ નિરીક્ષણ માટે દોડી ગયા. - Divya Bhaskar
આગેવાનો સ્થળ નિરીક્ષણ માટે દોડી ગયા.
  • 55 વર્ષ બાદ મોજડેમમાં જોવા મળ્યો આવો જળવૈભવ: 500 વ્યક્તિને પાલિકાએ સલામત સ્થળે ખસેડયા

ઉપલેટા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન અતિભારે વરસાદ પડતા ઉપલેટા શહેરમાં 10 ઈંચ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર વરજાંગ જાળીયા, નીલાખા, ગણીદ, તણસવા, તલગણા, સમઢીયાળા, મજેઠી, અરણી, વડાળી, ખીરસરામાં 15 થી 20 ઈંચ વરસાદ પડતા ભાદર, મોજ અને વેણુ નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. ત્યારે ઉપલેટા તાલુકાના નીલાખા ગામ વેણુ નદીના કાંઠા ઉપર જ હોય વેણુ ડેમના 18 પાટીયા 10 ફુટ ખોલતા વેણુ નદીના પાણી નીલાખા ગામમાં ધુસી ગયા હતા. ઉપલેટામાંથી પસાર થતી મોજ નદીમાં ભારે પુર આવતા મોજ નદી ઉપર બાંધવામાં આવેલા પુલની લગોલગ પાણી આવી જતાં રાજકોટથી ઉપલેટાને જોડતો આ પુલ પોલીસે સલામતીના કારણોસર બંધ કરી દીધો હતો. મોજ નદીના કાંઠે આવેલા સોમનાથ મંદિરમાં પણ નદીના પાણી ઘુસી ગયા હતા. મોજ નદી પર ઉપલેટામાં મોજ નદીનું પાણી ન ફરે એટલા માટે પ્રોટેકશન વોલ બનાવી છે.

આ દિવાલ 2 જગ્યાએ તુટી જતા ત્યાંથી પાણી શહેરમાં આવતાં 500 લોકોને અસર કરતા તેઓને સલામત સ્થળે નગરપાલિકા દ્વારા ખસેડવામાં આવ્યા હતા. જયાં સામાજીક સંસ્થાઓએ તેઓને ભોજન પાણીની વ્યવસ્થા કરી આપી હતી. ઉપલેટા વિસ્તારમાં અતિભારે વરસાદ વરસતા ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા અને કોંગ્રેસની ટીમ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે હતા. એ દરમિયાન ઉપલેટા નજીક એક જગ્યાએ તેમની કાર પાણીમાં ફસાઈ ગઇ હતી અને છાતી સમા પાણીમાં ચાલીને ધારાસભ્ય અને કોંગ્રેસની ટીમ બહાર નીકળી હતી.

નગરપાલીકાની રેસક્યુ ટીમે આ કારને ટ્રેકટરથી ખેંચી બહાર કાઢી હતી. આજે વહેલી સવારથી પણ વરસાદ ચાલુ થઈ ગઇ હોય વધારે વરસાદથી જાનમાલને નુકસાની ન થાય તે માટે લલીત વસોયાએ કલેક્ટર પાસે એનડીઆરએફની ટીમ ઉપલેટામાં સ્ટેન્ડ બાય રાખવા માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...