તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઝઘડો:સજ્જનપરમાં અવેડો ભરવા મામલે બે પરિવાર બાખડ્યા

ટંકારા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામસામી લાકડીઓ ઊડી, બન્ને પક્ષે ફરિયાદ

તાલુકાના સજનપર ગામે ઘરેલુ પશુ ઢોરને પાણી પિવાના અવેડામા પાણી ભરવા જેવી સામાન્ય બાબતમા બે કૌટુંબિક પરિવારો વચ્ચે લાકડીઅો ઉડયા બાદમાં બન્ને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ કરાઇ છે.

લાકડી વડે ઢોર માર મારી ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
ટંકારા પોલીસમાં સુભાષભાઇ હમીરભાઇ હણએ ફરિયાદમા જણાવ્યા  મુજબ  ટંકારાના સજ્જનપર ગામની સીમમા આવેલા પશુને પાણી પીવાના અવેડામા પોતાની ખેતીની જમીનમાંથી રમેશભાઇ કાથડભાઇ હણ, રણધીર રમેશભાઇ હણ, વિજય રમેશભાઇ હણ,જયેશ નવઘણભાઇ હણ પાઈપ લાઈન વાટે પાણી ભરતા હોય પોતે ખેતરમાથી પાણી ભરવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાયા હતા.અને  ભરતભાઈને લાકડી વડે ઢોર માર મારી ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સામા પક્ષે રમેશ કાથડ હણે વળતી ફરીયાદમા જણાવ્યા પ઼માણે સજનપરની સીમમા ભાયુભાગની જમીન હોય તેમાથી અવેડામા ઢોર માટે પીવાનુ પાણી ભરતા હોય જે સુભાષભાઇ હમીરભાઇ હણ, હમીરભાઇ કાથડભાઇ હણ, ભરતભાઇ હમીરભાઇ હણે પાણી લેવાની ના પાડી એ મુદે ડખ્ખો કરી તમામે લાકડી વડે હુમલો કર્યાની વળતી રાવ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો