તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હડમતિયા ગામે જમીનના નાણાની લેવડ દેવડના ચાલતા વિવાદમા આધેડનુ ચાર સ્થાનિક શખ્સએ કારમાં અપહરણ કરી જઈને લમધારી ચારેય શખ્સો આધેડને કારમાથી ઉતારી નાસી છૂટયા હતા.
ચારેયે શખ્સને ધોકા અને ધારીયાના હાથા વડે બેફામ ફટકારી લમધારીને નાણા નહી ચૂકવે તો પતાવી દેવાની ધમકી દઈ છોડી મુકયો
હડમતિયા ગામના વતની અને હાલ રાજકોટ રહેતા શૈલેષભાઈ ગંગારામભાઈ મેરજા લોકડાઉનથી પોતાના વતન ગામડે આવેલા હોય અને હડમતીયા-લજાઈ રોડ ઉપર પસાર રહ્યા હતા ત્યારે હડમતિયાના અશોકભાઈ ઠાકરશીભાઈ મેરજા, શૈલેષભાઇ મનજીભાઈ મેરજા, દિનેશભાઈ કાનજીભાઈ મેરજા અને દિલીપભાઈ ઉર્ફે દેવેન્દ્ર મનજીભાઈ મેરજા સહિતના ચારેય ત્યાં બે કારમા ધસી આવ્યા હતા.અને તેઓ સાથે જમીનના નાણાની લેવડ દેવડના ચાલતા વિવાદમા સ્થળ પર નાણાની ઉઘરાણી કરી ડખ્ખો કરી આધેડને કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. બાદમાં જોડીયા તાલુકાના પીઠડ ગામની સીમમાં લઈ જઈ ચારેયે શખ્સને ધોકા અને ધારીયાના હાથા વડે બેફામ ફટકારી લમધારીને નાણા નહી ચૂકવે તો પતાવી દેવાની ધમકી દઈ છોડી મુકયો હતો,અને ચારેય ઈસમો નાસી છૂટયા હતા.મુકત થયેલા આધેડે ટંકારા પોલીસ મથકે પહોંચી બનાવની આપવિતી વર્ણવી ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.