તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:આજી-3નું પાણી પીવા માટે અનામતના બહાને ખેડૂતોને રખાય છે તરસ્યા

પડધરી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડધરીના ખેડૂતોની પાક બચાવવા પાણી છોડવા માંગ

પડધરી તાલુકામા આવેલા આજી 3 સિંચાઈ મા હાલમા પાણીનો જીવંત જથ્થો 1100 MCFT અને ડેડ વોટર 150MCFT છે. કુલ 1250MCFT જેટલુ પાણી છે. હાલમા વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા બે દિવસ કેનાલો ખોલવામા આવેલી હતી, પરંતુ પાણી પીવા માટે અનામત રાખવાનુ બહાનુ ધરીને ખેડૂતોને કેનાલો મારફ અપાતુ પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે ખેડુતો મોટી તકલીફમા મુકાયા છે.

જો ખેડૂતોને એક પાણ માટે પાણી કેનાલોમા છોડવામા આવે તો ખેતરમાં રહેલા ઉભા પાકો જેમ કે કપાસ,મગફળી વગેરે બચી જાય અને પશુઓનો ચારો પણ બની જાય. પાણી પુરવઠા વિભાગ અને સિંચાઈ વિભાગના સંકલના અભાવે ડેમમા પીવા માટે જરૂરી કરતા વધારે પાણી હોવા છતાં ખેડૂતોને અપાતુ સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. જે આપવા માટેની તમામ સ્થાનીક ખેડૂતો દ્વારા માગણી કરવામાં આવી છે.

પાણી પુરવઠા દ્વારા સતત આવતા ચોમાસા સુધી પાણી પીવા માટે ઉપાડવામા આવે તો પણ 300 MCFT જૂથ યોજનાઓ અને જામનગર મહાનગરપાલીકા ઉપાડી શકે છે બાકીનુ પાણી પડતર રહેશે. અાથી ખેડૂતોને તરસ્યા રાખીને પાણી બચાવવા પાછળ પાણી પુરવઠા તંત્રનું ક્યું ગણિત છે એ સમજાવવા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સદસ્ય અને તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી મનોજ પેઢડિયાએ આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...