તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ઝૂ અને બગીચા ખુલ્લા રહેશે, ઈશ્વરિયા પાર્ક બંધ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમામ સ્થળે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે : ઝૂમાં સિક્યુરિટી ગાર્ડ રખાશે

રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોમાં લોકમેળો બંધ રહેવાનો છે પણ ફરવાના અન્ય સ્થળો ચાલુ રાખવાની છૂટ મળી છે. રાજકોટ મનપાના તમામ બગીચા તેમજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લા રહેશે. ઝૂમાં મુલાકાતીઓ માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન ફરજિયાત રહેશે અને તે માટે મનપા પૂરતી સિક્યુરિટી તેમજ મેડિકલ ટીમની પણ વ્યવસ્થા રાખશે.

આ ઉપરાંત રાજકોટમાં ફરવા માટે ઈશ્વરિયા પાર્ક પણ પ્રચલિત છે જોકે તે પાર્ક વિશાળ હોવાથી તેમજ પૂરતી વ્યવસ્થાના અભાવે ટોળાં જામી શકે તેવી શક્યતા લાગતા જોખમ લેવાને બદલે પાર્કને 28 તારીખથી 1 તારીખ સુધી બંધ જ રાખવા જિલ્લા વહીવટી તંત્રએ નિર્ણય કર્યો છે. આ સિવાયના સ્થળોએ મુલાકાતીઓ જઇ શકશે.

કોરોનાકાળમાં પ્રથમ વખત તહેવારોમાં જાહેર સ્થળોએ ફરવાની મંજૂરી અપાઈ છે તેથી આ સ્થળોએ ટોળાં ન થાય, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ ન થાય તેની લોકોએ તકેદારી રાખવાની રહેશે. મનપા ટીમ પણ નજર રાખશે.

અન્ય સમાચારો પણ છે...