તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો આતંક:રાજકોટ કલેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર કોરોના પોઝિટિવ, આજે દિકરાના લગ્ન, પણ પિતા હાજરી ન આપી શક્યા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • દીકરા અને પરિવારના અન્ય લોકો લગ્નમાં જોડાયા

રાજકોટ કલેક્ટર ઓફિસના ઝોનલ ઓફિસર-3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક તરફ આજે દિકરાના લગ્ન છે અને બીજી તરફ ઝોનલ ઓફિસર એસ.આર.ગીનોયા કોરોના પોઝિટિવ આવ્યાં છે. જેથી દિકરાના લગ્ન પિતાની ગેરહાજરીમાં જ યોજાયા છે.

ઘરમાં 2 દિવસથી લગ્નનો માહોલ છે પણ હું રૂમથી બહાર નીકળ્યો ન નથી- ઝોનલ ઓફિસર-3
ઝોનલ ઓફિસર એસ.આર.ગીનોયાએ Divyabhakar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી હું ક્વોરન્ટાઈન થઈ ગયો છું, મારા દિકરાની આજે જાન બહારગામ ગઈ છે. જેમાં પરિવારના સભ્યો ગયા છે. પણ કોરોના હોવાથી હું ક્વોરન્ટાઈન થઈ ગયો છું. ઘરે 2 દિવસથી લગ્નનો માહોલ છે. પણ હું 2 દિવસથી મારા રૂમથી બહાર નીકળ્યો જ નથી.

પિતાની ગેરહાજરીમાં દિકરાના લગ્ન યોજાયા
છેલ્લા 2 દિવસથી ઘરમાં લગ્નનો માહોલ છે. પણ એસ.આર ગીનોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ક્વોરન્ટાઈન થઈ ગયા છે. જેથી સમગ્ર લગ્ન પિતાની ગેરહાજરીમાં જ યોજાયા હતા. જો કે પરિવારના અન્યો સભ્યો સ્વસ્થ હોવાથી તેઓ લગ્નમાં જોડાયા હતા.

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યમાં વધારો
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા છેલ્લા 10-15 દિવસથી ખુબજ વધી રહી છે. રાજકોટમાં જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 11 હજાર 500ને પાર પહોંચી ગઈ છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. હાલના સમયમાં માસ્કને જ વેક્સિન સમજવાની જરૂર છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો