ભાસ્કર વિશેષ:ઝિમ્બાબ્વે સૌરાષ્ટ્ર સાથે રૂ. 500 કરોડનો વેપાર કરશે, ખનીજ, ખેતીવાડી, રિન્યુએબલ એનર્જી અને FMCGમાં રોકાણ થશે

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16થી 18 ડિસેમ્બર યોજાનાર આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં એમઓયુ અને વેપાર કરાર થશે

ઝિમ્બાબ્વે અને સૌરાષ્ટ્ર વચ્ચે રૂ. 500 કરોડના વેપાર થશે જેમાં સૌથી વધુ રોકાણ એફએમસીજી એગ્રિકલ્ચર, ખાણ- ખનીજ અને રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં થશે. તાજેતરમાં ઝિમ્બાબ્વે એમ્બેસીએ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે મિટિંગ કરી હતી અને ઉદ્યોગોની મુલાકાત લીધી હતી તેમ સૌરાષ્ટ્ર-વ્યાપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખે જણાવ્યું હતું.

વધુમાં તેના જણાવ્યાનુસાર ઝિમ્બાબ્વેના ડેપ્યુટી એમ્બેસેડર પીટર હોબવાનીએ ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. સૌરાષ્ટ્રમાં સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો વધુ આવેલા છે ત્યારે આ જ મોડલ ત્યાં અમલી બને તે માટેના હાલમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જો એગ્રિકલ્ચર, ખાણ-ખનીજ, ફૂડ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જીમાં કરાર થશે તો મેન તેમજ મશીન પાવર એટલે કે ટેક્નોલોજી એક્સપોર્ટ થવાની શકયતા વધી જાય છે તેમજ હાલના કેટલાક ઔદ્યોગિક એકમોએ પોતાની પાસે રહેલી ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાની તૈયારી બતાવી છે.

એમઓયુ અને વેપાર માટેના કરાર આગામી 16 થી 18 ડિસેમ્બર સુધી એસયુવીમાં આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં થશે. ઝિમ્બાબ્વે અને સૌરાષ્ટ્રના વ્યાપાર ઉદ્યોગકારો વચ્ચે યોજાયેલી બેઠકમાં રાજકોટના વિવિધ એસો.ના સભ્યો જોડાયા હતા.

ઝિમ્બાબ્વે એમ્બેસીએ રાજકોટના ઉદ્યોગની મુલાકાત લીધી
​​​​​​​ઝિમ્બાબ્વેના પ્રતિનિધીઅે રાજકોટમાં ચાલતા વિવિધ ઉદ્યોગોની મુલાકાત લીધી હતી અને એકબીજા સાથે કરાર કરવા હાલ સંમતિ પણ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...