કોરોના રાજકોટ LIVE:આજે શૂન્ય કેસ, ચાલુ મહિનામાં જ કુલ 20 કેસ નોંધાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 2 દિવસ પહેલા બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ
  • સારવારમાં રહેલા દર્દીની સંખ્યા વધીને 7 પર પહોંચી

રાજકોટમાં આજે શૂન્ય કેસ નોંધાયા છે. જો કે દિવાળીના તહેવારો નજીક આવતા જ કોરોનાએ માથું ઊંચક્યું છે. 2 દિવસ પહેલા શહેરમાં બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. હાલ કુલ કેસની સંખ્યા 42843 પર પહોંચી છે. આમ શહેરમાં સારવારમાં રહેલા દર્દીની સંખ્યા વધીને 7 પર પહોંચી છે. દિવાળીના તહેવારો સમયે જ કોરોનાએ દેખા દેતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયું હતું.રાજકોટ શહેરમાં આજે કોરોના રસીકરણમાં 18 વર્ષથી મોટી ઉંમરના કુલ 3025 નાગરિકોએ રસી લીધી છે.

રાજકોટમાં બે કેસ નોંધાયા
બે દિવસ પહેલા શહેરના વોર્ડ નં.11 માં આવેલા જીવરાજ પાર્ક વિસ્તારમાં રહેતા 59 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હાલ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તેમના સીધા સંપર્કમાં આવેલા હાઈરિસ્ક 9 લોકોના ટેસ્ટ અને 25 લોકોનું સ્ક્રીનિંગ કરાયું છે. જ્યારે બીજો કેસ વોર્ડ નં.7માં આવેલા જાગનાથ પ્લોટમાં રહેતા 38 વર્ષીય મહિલાનો નોંધાયો છે. તેઓ 28 ઓક્ટોબરના રોજ મુંબઈથી રાજકોટ આવ્યા હતા અને તે જ દિવસે કોરોના ટેસ્ટ કરાયો હતો. જે પોઝિટિવ આવતા તેમના સીધા સંપર્કમાં આવેલા હાઈરિસ્ક 2 લોકોના ટેસ્ટ અને 2 લોકોનું સ્ક્રીનિંગ આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ચાલુ મહિનામાં જ કુલ 20 કેસ નોંધાયા
શહેરમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવવાની શક્યતાને લઈને હવે રાજકોટ શહેરમાં કોરોનાના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા એક મહિનામાં કોરોનાના કુલ 20 કેસ નોંધાયા છે. જેમાં 1 ઓક્ટોબરે એક કેસ, 5 ઓક્ટોબરે 2 કેસ, 8 ઓક્ટોબરે 1 કેસ, 11 ઓક્ટોબરે 1 કેસ, 12 ઓક્ટોબરે 1 કેસ, 19 ઓક્ટોબરે 3 કેસ, 20 ઓક્ટોબરે 3 કેસ, 19 ઓક્ટોબરે 3 કેસ, 20 ઓક્ટોબરે 3 કેસ, 22 ઓક્ટોબરે 2 કેસ, 27 ઓક્ટોબરે 2 કેસ, 28 ઓક્ટોબરે 2 કેસ, 30 ઓક્ટોબરે 2 કેસ કોરોનાના નોંધાયા છે.