કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં આજે નવા બે કેસ નોંધાયા, 6 દર્દીએ કોરોનાને માત આપી, એક્ટિવ કેસની સંખ્યા 22માંથી 15 થઇ

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • ગઈકાલે ગ્રામ્યમાં એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 14925 પર પહોંચી

રાજકોટમાં આજે નવા બે કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 42867 પર પહોંચી છે. આજે એક જ દિવસમાં 6 દર્દીએ કોરોનાને માત આપી છે. આથી એક્ટિવ કેસની સંખ્યા 22માંથી 15 થઈ છે. જ્યારે આજે સાંજ સુધીમાં શહેરમાં 9274 લોકોએ અને ગ્રામ્ય વિસ્તારમાં 11067 લોકોએ વેક્સિન લીધી હતી. ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14925 પર પહોંચી છે.

કોન્ટેક ટ્રેસિંગ કરતા લો રીસ્કના 86 કોન્ટેક્ટ મળ્યા
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો પરિવાર પોતાના વતન એવા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ગયો હતો. જ્યાંથી પરત આવ્યા બાદ પરિવારના 13 વર્ષના તરૂણની તબિયત બગડી હતી અને સારવાર દરમિયાન રિપોર્ટ કરાવાતા કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પરિવાર અલગ અલગ સ્નેહીજનને મળ્યો હોવાથી કોન્ટેક ટ્રેસિંગમાં લો રીસ્ક 86 કોન્ટેક્ટ મળ્યા છે. જ્યારે હાઈ રીસ્ક કોન્ટેક્ટ 2 કે જે તેમના પરિવારના છે. તરુણની ઉંમર નાની હોવાથી રસી લીધી નથી જ્યારે તેના પરિવારજનોએ રસી લીધી છે.

રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 19 થઈ
શહેરમાં બીજા કેસ લોધાવાડ ચોકમાંથી આવ્યો છે. 53 વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવતા હાલ હોમ આઈસોલેટ કરાયા છે. તેમની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. કોન્ટેક ટ્રેસિંગમાં 11 લોકો છે જેમાંથી 3 હાઈ રીસ્ક છે જેમાં એક પ્રૌઢ અને એક વયોવૃધ્ધ વ્યક્તિ છે. આ સાથે રાજકોટ શહેરમા એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 થઈ ગઈ છે.

ગવરીદળ રહેતી 19 વર્ષની યુવતી પણ પોઝિટિવ
રાજકોટ તાલુકાના ગૌરીદળ ગામે રહેતી 19 વર્ષિય યુવતીનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ યુવતીની પણ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. રાજકોટ જિલ્લામા કોરોનાનો દિવાળી પછી આ પ્રથમ કે છે. છેલ્લે 3 નવેમ્બરે એટલે કે દિવાળીના એક જ દિવસ પહેલા કેસ નોંધાયો હતો જેને જોગાનુજોગ 17મીએ જ ડિસ્ચાર્જ જાહેર કરાયો હતો અને ત્યારે જ વધુ એક નવો કેસ સામે આવ્યો છે.