કોરોના રાજકોટ LIVE:આજે શહેરના ગાંધીગ્રામની 13 વર્ષની તરૂણી, લોધાવડ ચોકમાં 54 વર્ષની મહિલા અને ગવરીદળની 19 વર્ષની યુવતી કોરોના સંક્રમિત

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • 17 દિવસમાં 22 નવા દર્દી નોંધાયા
  • ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14925 પર પહોંચી

દિવાળીના તહેવારો બાદ કોરોના વકર્યો છે. શહેરમાં આજે બે કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્ય પંથકમાંથી એક કેસ નોંધાયો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 42865 પર પહોંચી છે. તેમજ એક્ટિવ કેસની સંખ્યા 19 પર પહોંચી છે. તેમજ ગ્રામ્યમાં કુલ કેસની સંખ્યા 14925 પર પહોંચી છે. ગઈકાલે એક જ દિવસમાં નવા ચાર કેસ સામે આવ્યા છે. શહેરના ​​​​​​​ગાંધીગ્રામમાં 13 વર્ષની તરૂણી, લોધાવાડ ચોકમાં 54 વર્ષીય મહિલા અને ગવરીદળમાં 19 વર્ષીય યુવતી સંક્રમિત થઈ છે. 54 વર્ષીય મહિલાએ વેક્સિન લીધી છે જ્યારે 19 વર્ષીય યુવતીએ ડોઝ લીધો નથી.

શહેરમાં ફરીથી ચેપ ફેલાઈ શકે છે
શહેરમાં ગઈકાલે વિમલનગરના એક પરિવારની 2 મહિલા અને એક પુરુષ તેમજ સદરમાં રહેતા એક પુરુષનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જેમાં એક જ પરીવારના 3 લોકો પોઝિટિવ હતા. તેમા 35 વર્ષનો યુવક તેના પત્ની અને 60 વર્ષના માતા છે. જ્યારે એક કેસ સદરમાંથી જોવા મળ્યો છે. આ ત્રણેય કેસ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી એટલે એ સ્પષ્ટ થયુ નથી કે ચેપ ક્યાંથી લાગ્યો છે. આવા કેસ વધતા શહેરમાં ફરીથી ચેપ ફેલાઈ શકે છે તેવો ભય તંત્રને સતાવી રહ્યો છે.

સહાય માટે બીજા દિવસે 700 ફોર્મ ઉપડ્યા, 450 અરજી આવી
કોરોનાથી મોત થયું હોય તેના સ્વજનોને સરકાર 50 હજાર સહાય આપશે. રાજકોટમાં સરકારી ચોપડે 458 મોત નોંધાયા છે પણ પ્રથમ જ દિવસે આ સહાય માટે 300 અરજી આવી ગઈ હતી. બીજા દિવસે અધધ 700 ફોર્મ ઉપડ્યા છે અને કુલ 450 અરજીઓ પરત આવી છે. આવતા સપ્તાહથી આ તમામને મેડીકલ સર્ટિફિકેટ ઓફ કોઝ ઓફ ડેથ અપાશે. જેમાં મોટાભાગના મૃતકોમાં મોતના કારણમાં કોરોના લખેલુ નહિ હોય તેથી ઉચ્ચ સ્તરે રજુઆત કરવા જશે જેમાં ફરી 30 દિવસ સુધી તપાસ કર્યા બાદ મોત પાછળ કોરોના જવાબદાર હતો નહિ તે માટે તબીબોની ટીમ રોકાશે.